અમરેલી / પીપાવાવ રીલાન્સ ડિફેન્સ કંપનીમાં લાઇટબિલ નહીં ભરવાથી વીજ કનેક્શન કપાયું

પીપાવાવ રીલાન્સ ડિફેન્સ કંપની - ફાઇલ તસવીર
પીપાવાવ રીલાન્સ ડિફેન્સ કંપની - ફાઇલ તસવીર

  • 55 લાખ કરતા વધુ લાઈટ બીલ બાકી હોવાને કારણે કાર્યવાહી કરી

દિવ્ય ભાસ્કર

Mar 20, 2020, 09:20 PM IST
અમરેલીઃ રાજુલા પંથકની કંપનીઓમાં હાલ ગ્રહણ લાગી ગયું છે. જેના કારણે અનેક યુવાનો બેરોજગાર બની ગયા છે, તો કેટલાકની જીંદગી અંધારપટની લપેટમાં છવાઇ ગઈ છે. પીપાવાવ રીલાન્સ ડિફેન્સ કંપની છેલ્લા કેટલાય સમયથી આર્થિક ભીંસમાં આવી ગઈ છે. જો કે અહીં કામ કરતા કામદાર કર્મચારીઓ 1200 ઉપરાંત તેમની રોજીરોટી છીનવી લીધી છે. કેટલાય મહિનાથી પગાર દેવાયો નથી. જેના કારણે અનેક બેરોજગાર યુવાનની મુશ્કેલી વધી ગઈ છે. ત્યારબાદ અહીં કોઈ ખાનગી બેન્ક દ્વારા પીપાવાવ રીલાન્સ ડિફેન્સને સંભાળી લેવાય છે અને સીધો વહીવટ બેન્ક કરી રહી છે. ત્યારે કેટલાય સમયથી સૂચનાઓ અપાય હતી. પરંતુ કોઈ ધ્યાને લેવાયું નહિ. જે સાવરકુંડલા પીજીવીસીએલ ડિવીઝન દ્વારા આખરી નિર્ણય લેવાયો છે. તાત્કાલિક પીજીવીસીએલની ટીમ પીપાવાવ પહોંચી હતી. કંપની દ્વારા 55 લાખ કરતા વધુનું લાઈટ બિલ બાકી હોવાને કારણે વીજતંત્ર દ્વારા વીજ કનેક્શન કાપી નાખ્યું છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, પીપાવાવ રીલાન્સ કંપની સામે આગામી દિવસોમાં પીજીવીસીએલ તંત્ર કાયદાકીય રીતે કાર્યવાહી કરે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે.
X
પીપાવાવ રીલાન્સ ડિફેન્સ કંપની - ફાઇલ તસવીરપીપાવાવ રીલાન્સ ડિફેન્સ કંપની - ફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી