• Home
  • National
  • Pillar of the martyrs will be build in Ayodhya Ram temple

અયોધ્યા / શહીદ કારસેવકોની યાદમાં રામમંદિર પરિસરમાં સ્તંભ બનશે

રામમંદિર કાર્યશાળાની ફાઇલ તસવીર.
રામમંદિર કાર્યશાળાની ફાઇલ તસવીર.

  • કારસેવકો અને આંદોલનનું નેતૃત્વ કરનાર હસ્તીઓના નામ સ્તંભ પર હશે
  • રામમંદિર અંદોલનનો સંપૂર્ણ ઈતિહાસ પણ શિલાપટ્ટ પર નોંધવામાં આવશે

Divyabhaskar.com

Feb 10, 2020, 03:08 AM IST

વિજય ઉપાધ્યાય, લખનઉ: અયોધ્યાની 67.73 એકર જમીન પર ભવ્ય રામમંદિરની સાથે શહીદ સ્તંભ પણ બનાવાશે. સ્તંભ પર મંદિર નિર્માણ માટે સર્વસ્વ ન્યૌછાવર કરનારા કારસેવકો અને આંદોલનનું નેતૃત્વ કરનાર હસ્તીઓના નામ હશે. આ શહીદ કારસેવકોને શ્રદ્ધાંજલિ મનાશે અને તેનાથી મંદિર પરિસર સાથે તેમના નામ હંમેશા માટે જોડાઈ જશે.

રામમંદિર અંદોલનનો ઈતિહાસ શિલાપટ્ટ પર નોંધાશે
શહીદ સ્તંભ પર કારસેવક શરદ કોઠારી તથા રામકુમાર કોઠારી-કોલકાતા, વાસુદેવ ગુપ્તા, રાજેન્દ્ર ધરકાર, રમેશ પાંડે-અયોધ્યા જેવા અનેક જાણ્યા-અજાણ્યા શહીદ કારસેવકોના નામ નોંધાશે. રામમંદિર અંદોલનનો સંપૂર્ણ ઈતિહાસ પણ શિલાપટ્ટ પર નોંધવામાં આવશે.

X
રામમંદિર કાર્યશાળાની ફાઇલ તસવીર.રામમંદિર કાર્યશાળાની ફાઇલ તસવીર.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી