તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભક્તો નિરાશ:વાંસદાના જાનકીવન અને ઉનાઈ મંદિરે સહેલાણીઓનો ધસારો

ઉનાઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉનમાં મંદિરો બંધ થતા ભક્તો નિરાશ થયા હતા

લોકડાઉન પછી ઘણાં સમય બાદ વાંસદા તાલુકાના ભીનારમાં આવેલા જાનકી વન તથા સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ માતાજીના મંદિર ખુલ્લું મુકાતા દિવાળી ટાણે સહેલાણીઓની મોટી ભીડ જોવા મળી હતી. ભીનાર પાસે આવેલા જાનકી વનમાં બાગ-બગીચો તેમજ સેલ્ફી માટેની બેસ્ટ જગ્યા હોવાથી સહેલાણીઓ મોટી સંખ્યામાં ફરવા આવતા હોય છે. લોકડાઉન બાદ ઘણાં સમય બાદ દિવાળીના તહેવારોમાં જાનકી વન ખુલ્લું મુક્તા લોકો દિવાળીની રજાઓ માણવા મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. દક્ષિણ ગુજરાતનું પવિત્ર યાત્રાધામ ઉનાઈ માતાજીના મંદિરે પણ દિવાળીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટ્યા હતા.

આદિવાસીઓની આસ્થાનું કેન્દ્ર ઉનાઇ માતાજીમાં આસ્થા ધરાવતા ભાવિક ભક્તો માતાજીના મંદિરે દિવાળીમાં તથા આખું વર્ષ માતાજીના દર્શન કરવા ગુજરાત તથા મહારાષ્ટ્ર જેવા રાજ્યમાંથી ભાવિક ભક્તો આવતા હોય છે પરંતુ કોરોના મહામારીને કારણે લોકડાઉનમાં મંદિર બંધ થતાં અનેક ભક્તો નિરાશ થયા હતા. જોકે લોકડાઉન બાદ મંદિર પુનઃ ખુલ્લું મુકતા માતાજીમાં આસ્થા ધરાવતા ભાવિક ભક્તો દિવાળીના તહેવારમાં માતાજીના દર્શને ઉમટ્યા હતા. જેમાં મોટાભાગે લોકો માસ્ક વગર તથા સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો