તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિરાકરણ:ગોરવા, ગોત્રી, ઉંડેરામાં પાણી-ડ્રેનેજની સમસ્યા મામલે ધરણાં

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મ્યુ.કમિ.ની સૂચનાને પણ અધિકારીઓ ગંભીરતાથી નથી લેતા
  • વોર્ડ કચેરીમાં કાઉન્સિલરના ધરણાં: નિરાકરણની ખાતરી અપાઇ

ગોત્રી, ગોરવા, ઉંડેરા સહિતના વિસ્તારોમાં પાણી-ડ્રેનેજની સમસ્યા મામલે નિરાકરણ લાવવાની મ્યુ. કમિ.ની ખાતરી બાદ પણ તેનો અમલ ન કરાતાં આરએસપીના કાઉન્સિલરોએ વોર્ડ નંબર 10ની કચેરીમાં ફરી ધરણાં કર્યાં હતાં. તંત્ર દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવા ખાતરી અપાઇ હતી. ગોત્રી, ગોરવા, લક્ષ્મીપુરા, ઉંડેરા અને ન્યૂ અલકાપુરી વિસ્તારમાં પાણી, ડ્રેનેજ, રોડ, રખડતાં ઢોર સહિતની સમસ્યા દિવસે દિવસે વકરી રહી છે અને તેના ઉકેલ માટે સ્થાનિક કાઉન્સિલર દ્વારા પાલિકામાં રજૂઆતો પણ કરવામાં આવી હતી, પરંતુ પાલિકાના બહેરા કાને આ રજૂઆતો સંભળાઇ ન હતી.

આરએસપીના કાઉન્સિલર રાજેશ આયરેએ તેમના વોર્ડના કાઉન્સિલરોને સાથે રાખી મંગળવારે સાંજે પાલિકાની વડી કચેરીમાં જઈ મ્યુનિસિપલ કમિશનર ન હોવાથી તેમની કચેરીમાં ધરણાં પર બેસી ગયાં હતાં. જોકે મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપે ડેપ્યુટી કમિશનર સુધીર પટેલને તેમના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણની ખાતરી આપવાની સૂચના આપી હતી. મ્યુનિસિપલ કમિશનરની બાંહેધરી બાદ પણ બીજા દિવસે આ પ્રશ્નોના ઉકેલ માટે પાલિકાના તંત્ર તરફથી કોઇ કાર્યવાહી ન કરાતાં રાજેશ આયરે અને બે મહિલા કાઉન્સિલર વોર્ડ નંબર 10ની કચેરીમાં પહોંચ્યાં હતાં અને ત્યાં કચેરીના પ્રાંગણમાં જ ધરણાં પર બેસતાં હોબાળો મચી ગયો હતો.

મ્યુનિસિપલ કમિશનરની સૂચનાને પણ તેમના તાબા હેઠળના અધિકારીઓએ ગંભીરતાથી ન લેતાં રાજેશ આયરેઅે ધરણાં કરતાં આખરે પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનર ધવલ પંડ્યા અને આસિસ્ટન્ટ કમિશનર વોર્ડ નંબર 10ની કચેરીમાં પહોંચ્યા હતા અને ગોત્રી, ગોરવા, ઉંડેરા સહિતના વિસ્તારોની સોસાયટીઓની સમસ્યાના સમાધાન માટે સ્થળ મુલાકાત લીધી હતી. જેમાં લક્ષ્મીપુરા રોડ પર આવેલા માધવ પાર્ક પાસેના વિજયનગરથી નર્મદેશ્વર નગરથી ઘનશ્યામપુર સુધીનો રોડ, શાંતિનગરથી સી.જી. રોડ, પંચામૃતનો રોડ, સૌરભપાર્ક રોડ, ઉંડેરામાં રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ લાઇટની સુવિધા, ગોત્રી અમીન પાર્ટી પ્લોટ પાસે બગીચાની કામગીરી, નારાયણ ગાર્ડન રોડ ઉપર કાંસ, ટાંકી સહિતનાં કામોની સમીક્ષા કરી તંત્રને તાત્કાલિક કામગીરીની સૂચના આપી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો