રિસર્ચ / ફિઝિકલ એક્ટિવિટી વૃદ્ધ મહિલાઓમાં ફ્રેક્ચરનું જોખમ ઘટાડે છે

Physical activity reduces the risk of fracture in older women

  • ફિઝિકલ એક્ટિવિટી વૃદ્ધ મહિલાઓમાં ફ્રેક્ચરનું જોખમ પણ દૂર કરે છે
  • મહિલાઓ ફિઝિકલી એક્ટિવ હોય અથવા ઘરનું કામ કરતી હોય તેમનામાં હિપ ફ્રેક્ચર થવાનું જોખમ 18 ટકા ઓછું 
  • મેનોપોઝ બાદ મહિલાઓમાં ફ્રેક્ચરની સમસ્યા સામાન્ય હોય છે

Divyabhaskar.com

Nov 09, 2019, 02:13 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. સારા સ્વાસ્થ્ય માટે ફિઝિકલ એક્સર્સાઇઝના ફાયદા વિશે તો તમે સાંભળ્યું જ હશે. ફિઝિકલ એક્ટિવિટી વૃદ્ધ મહિલાઓમાં ફ્રેક્ચરનું જોખમ પણ દૂર કરે છે. એક રિસર્ચમાં ફિઝિકલ એક્ટિવિટી અને મેનોપોઝ બાદ મહિલાઓમાં થતાં ફ્રેક્ચર વચ્ચેનો સંબંધ જોવા મળ્યો હતો. આ રિસર્ચ અમેરિકાની ‘બફેલો સ્કૂલ ઓફ હેલ્થ’માં કરવામાં આવ્યું છે.

આ રિસર્ચમાં સંશોધકોએ 77 હજાર મહિલાઓને સામેલ કરી હતી. 14 વર્ષ સુધી તેમના પર દેખરેખ રાખવામાં આવી હતી. રિસર્ચમાં જોવા મળ્યું કે, જે મહિલાઓ ફિઝિકલી એક્ટિવ હોય અથવા ઘરનું કામ કરતી હોય તેમનામાં હિપ ફ્રેક્ચર થવાનું જોખમ 18 ટકા ઓછું હતું. ટોટલ ફ્રેક્ચરનું જોખમ 6 ટકા ઓછું હતું. આ રિસર્ચના મુખ્ય ઓથરના જણાવ્યા પ્રમાણે, ફિઝિકલ એક્સર્સાઇઝના ઘણા ફાયદાઓમાંથી એક ફ્રેક્ચરનું જોખમ ઓછું થવાનો પણ છે.

મેનોપોઝ બાદ મહિલાઓમાં ફ્રેક્ચરની સમસ્યા સામાન્ય હોય છે. તેનાથી તેમની આત્મનિર્ભરતા ઘટી જાય છે, તેમની શારીરિક ક્ષમતા મર્યાદિત થઈ જાય છે અને મૃત્યુદર વધી જાય છે. એવામાં આ રિસર્ચનાં પરિણામોથી ઘણી મહિલાઓને ફાયદો થઈ શકે છે. પબ્લિક હેલ્થ માટે આ એક મહત્ત્વપૂર્ણ રિસર્ચ છે.

X
Physical activity reduces the risk of fracture in older women

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી