તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેપ્ટ્ન અમેરિકા કોડનેમ ધરાવતા નોકિયાના અપકમિંગ સ્માર્ટફોનની તસવીરો લીક થઈ

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્માર્ટફોન ‘નોકિયા 5.2’ને કેપ્ટ્ન અમેરિકા કોડનેમ આપવામાં આવ્યું છે
  • લીક તસવીરો મુજબ ફોનમાં ચાર રિઅર કેમેરા આપવામાં આવશે

ગેજેટ ડેસ્કઃ નોકિયા કંપની 23 ફેબ્રુઆરીએ MWC 2020માં એક ઇવેન્ટ યોજવાની તૈયારીમાં છે. આ ઇવેન્ટમાં કંપની અનેક સ્માર્ટફોન્સ અને તેની ટેક્નોલોજી રજૂ કરી શકે છે. લોન્ચિંગ પહેલાં કેપ્ટ્ન અમેરિકા ફોનની તસવીરો લીક થઇ છે. નોકિયાના અપકમિંગ સ્માર્ટફોન ‘નોકિયા 5.2’ને કેપ્ટ્ન અમેરિકા કોડનેમ આપવામાં આવ્યું છે.


ટેક ટિપ્સટર ઈવાન બ્લાસે આ ફોનની તસવીરો લીક કરી છે. આ તસવીરો મુજબ ફોનનો લુક નોકિયા 6.2 અને નોકિયા 4.2 જેવો જ છે. ફોનમાં થિન બેઝલ આપવામાં આવશે. ફોનની ટોપ બેઝલમાં ફ્રન્ટ કેમેરા અને બોટમ બેઝલમાં કંપનીનું બ્રાન્ડિંગ કરવામાં આવ્યું છે. ફોનની જમણી બાજુની સાઈડમાં વોલ્યુમ અને પાવર બટન આપવામાં આવ્યું છે.


તસવીરો મુજબ ફોનમાં ચાર રિઅર કેમેરા આપવામાં આવશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફોનમાં 6GBની રેમ અને  64GBનું ઇન્ટર્નલ સ્ટોરેજ આપવામાં આવશે. ફોનની કિંમત 13,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. જોકે કંપનીએ ફોનનાં સ્પેસિફિકેશન અને કિંમત વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો