લીક / ફોર્ડની ન્યૂ બ્રોંકો SUVના ફોટોઝ લીક, કાર ડ્યુઅલ ટોન કલરમાં મળશે

Photos of Ford's New Bronco SUV leaked

Divyabhaskar.com

Mar 13, 2020, 10:08 AM IST

ઓટો ડેસ્કઃ ફોર્ડની ન્યૂ રગ્ડ રેટ્રોલ સ્ટાઇલ SUV બ્રોંકોના ફોટો સામે આવ્યા છે. આ તસવીરો પ્રોડક્શન વર્ઝનની છે. કંપની આ ગાડીને બ્રોંકો મોનિકર હેઠળ એપ્રિલ 2020માં રજૂ કરી શકે છે. બ્રોંકોનો અર્થ જંગલી ઘોડો થાય છે. ફોર્ડની આ SUV ઓફ રોડર રહી છે. તેનું વેચાણ વર્ષ 1966થી 1996 સુધી થયું છે. નવી બ્રોંકોની ડિઝાઇન ફોર્ડ F-150 સાથે મળતી આવે છે.

ફોર્ડ બ્રોંકોની ડિઝાઇન
બ્રોંકો કારના ફ્રંટમાં નાની ગ્રિલ આપવામાં આવી છે, જે કંપનીના મોડેલ નંબર BRONCO સાથે બે અલગ ભાગમાં છે. તેમાં LED પ્રોજેક્ટર હેડલેમ્પ આપવામાં આવ્યા છે. આ LED DRLs સાથે આવશે. તેની નીચેવાળા બંપરમાં ફોગ લેમ્પ મળશે. બેક સાઇડમાં BRONCOનું બ્રાંડિંગ આપવામાં આવ્યું છે. આ કારનું સ્પોર્ટી મોડેલ છે. તેની સાથે તેમાં નીચેની બાજુ પાર્કિંગ ઇન્ડિકેટર, રિઅર રેન વાઇઝર અને ટોપ પર બ્રેકિંગ લાઇટ આપવામાં આવી છે. કારને ડ્યુઅલ ટોન કલર આપવામાં આવ્યો છે. તેમાં બ્લેક રૂફ આપવામાં આવ્યું છે, જે બ્લેક રૂફ રેલ્સ સાથે આવે છે. ગાડીની ચારે બાજુ બ્લેક સપોર્ટ આપવામાં આવ્યો છે.

ફોર્ડ બ્રોંકોના સ્પેસિફિકેશન્સ
અત્યારે ફોર્ડ બ્રોંકોના ઇન્ટિરિયરના કોઈ ફોટોઝ સામે નથી આવ્યા. એવું માનવામાં આવી રહ્યું છે કે, તેમાં ફોર્ડને 150hp પાવરવાળું 1.5 લિટર ફોર્ડ ઇકોબુસ્ટ અથવા તો 250hp પાવરવાળું 2.0 લિટરનું એન્જિન મળી શકે છે. આ એન્જિન BS6 કમ્પ્લાયન્ટ હશે. આ કાર ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થશે કે નહીં તે વિશે કોઈ જાણકારી નથી.

X
Photos of Ford's New Bronco SUV leaked

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી