અયોધ્યા કેસ / પક્ષકાર નહોતો, તેમ છતાં અયોધ્યાના ચુકાદા વિરુદ્ધ PFI સુપ્રીમકોર્ટ પહોંચ્યું

સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર.
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર.

Divyabhaskar.com

Mar 07, 2020, 02:45 AM IST

નવી દિલ્હી: અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમકોર્ટના ચુકાદા વિરુદ્ધ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ)એ ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી છે. પીએફઆઈ મૂળ કેસમાં પક્ષકાર નહોતો તેમ છતાં ચુકાદા અંગે ફરી વિચારણાની માગ કરતાં કહ્યું કે આ ચુકાદાથી તેના હક પણ પ્રભાવિત થયા છે. તેણે અરજી પર જાહેર કોર્ટમાં ચર્ચાની માગ કરી હતી.

સુપ્રીમકોર્ટે 9 નવેમ્બરે આપેલા ઐતિહાસિક ચુકાદામાં અયોધ્યામાં જમીનના માલિકીના હક રામલલ્લા વિરાજમાનને સોંપ્યો હતો અને મસ્જિદ માટે સુન્ની વક્ફ બોર્ડને 5 એકર જમીન અલગથી આપવા કહ્યું હતું. તેના પર મુખ્ય પક્ષકારોએ કોઈ અસંમતિ ન વ્યક્ત કરી પણ અનેક સંસ્થાઓ જરૂર અસંમત થઇને સુપ્રીમકોર્ટ પહોંચી હતી પણ મૂળ પક્ષકાર ન હોવાને લીધે સુપ્રીમકોર્ટે તેમના પર ધ્યાન જ નહોતું આપ્યું. કોર્ટે પીસ પાર્ટીની ક્યૂરેટિવ પિટિશન પણ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો.

X
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર.સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી