અયોધ્યા / પર્સનલ લૉ બોર્ડએ કહ્યું- 99 ટકા મુસ્લિમો સુપ્રીમ કોર્ટના આદેશ પર રિવ્યૂ પિટિશનના પક્ષમાં, નકવીએ સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ ગણાવ્યો

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

  • ફેંસલામાં ઘણી વિરોધાભાસી વાતો, અપીલ દાખલ કરવી અમારો કાયદેસરનો અધિકાર: મૌલાના વલી રહમાની 
  • મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ- જમીયત ઉલેમા-એ-હિન્દ વિભાજનકારી માહોલ સર્જવા પ્રયાસ કરી રહ્યુ છે 

Divyabhaskar.com

Dec 02, 2019, 07:13 AM IST
લખનઉ: અખિલ ભારતીય મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (એઆઇએમપીએલબી)એ રવિવારે કહ્યું કે અયોધ્યા મામલે સુપ્રીમકોર્ટના ચુકાદા વિરુદ્ધ 99 ટકા મુસ્લિમો સમીક્ષા અરજી દાખલ કરવાના પક્ષમાં છે. બોર્ડના મહાસચિવ મૌલાના વલી રહેમાનીએ કહ્યું કે મોટા ભાગના મુસ્લિમો અરજી દાખલ કરવા ઇચ્છતા હતા. અમને પણ ખબર છે કે અમારી અરજી ફગાવી દેવાશે. કોર્ટના ચુકાદાથી દાયકાઓ જૂના વિવાદનો અંત ન આવી જવો જોઇએ? તેમ પૂછાતાં રહેમાનીએ કહ્યું- જે લોકોને મસ્જિદ સાથે લેવા-દેવા નથી અને જેઓ ડરેલા છે તેઓ બીજાને પણ અરજી દાખલ કરવા દેવા નથી માગતા.
આ વિભાજનકારી અને ઘર્ષણનો માહોલ સર્જવાનો પ્રયાસ છે-નકવી
બીજી તરફ લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ કહ્યું કે ચુકાદા બાદ એઆઇએમપીએલબી અને જમીયત ઉલેમા-એ-હિન્દ જેવા સંગઠનો દેશમાં વિભાજનકારી અને ઘર્ષણનો માહોલ સર્જવા પ્રયાસ કરી રહ્યા છે.
X
ફાઇલ ફોટોફાઇલ ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી