તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વાતાવરણમાં પલટો:વરસાદ બાદ વીજ કાપથી સતત લોકો થયા પરેશાન

ગાંધીધામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યસ્ત આવતા બન્ને નંબર, વીજ તંત્ર સામે સવાલ
  • સબ સ્ટેશન પર વીજળી પડવાથી ફીડરને નુકસાન

શનિવારે ગાંધીધામ, આદિપુરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યા બાદ ઘણા સ્થળોએ વીજળી ડુલ થઈ ગઈ હતી. જેમાં આદિપુરના મહતમ વિસ્તારોમાં તો મોડી રાત સુધી વીજળી ન આવતા રોષે ભરાયેલા લોકો આદિપુરની વીજ કચેરીએ પહોંચીને ઘેરાવ કર્યો હતો. લોકોએ બેજ નંબર છે, અને બંન્ને સતત વ્યસ્ત આવતા હોવા અંગે રોષ વ્યક્ત કર્યો હતો. લોકોએ કહ્યું હતું કે વીજતંત્રને ખબર છે કે બંન્ને નંબર લાઈટ ડુલ થાય ત્યારે સતત ચાલતા રહે છે, તો તેની સંખ્યા વધારવાની જરૂર કેમ નથી લાગતી?પીજીવીસીએલના અધિકારી પટેલએ ડીસી 5 પાસે આવેલા સબ સ્ટેશન નજીક ગત રાત્રે વીજળી પડતાં કેટલાક વાયરો તુટી ગયા અને ફીડરમાં નુકશાન પહોંચ્યાનું જણાવ્યું હતું. તો ઘટનાના રાત્રે આદિપુરના કેટલાક વિસ્તારોમાં મોડી રાત સુધી લાઈટ આવી નહતી તો ગાંધીધામમાં પણ રાત બાદ રવિવારે વીજળી ગુલ થવાનો સીલસીલો ચાલુ રહ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો