તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકાર્પણ:સનાળી, આસલપુરના લોકોને ઘર આંગણે મળશે આરોગ્યની સુવિધા

જસદણ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીંછિયાના ગામોમાં રૂ.40 લાખના ખર્ચે નિર્મિત પેટાઆરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના સનાળી ગામે અને આસલપુર ગામે પ્રત્યેક રૂ.20 લાખ મુજબ કુલ અંદાજે રૂ.40 લાખના ખર્ચે તૈયાર થયેલા પેટા આરોગ્ય કેન્દ્રોનું પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ડોકટર એકઝામીનેશન રૂમ, લેબરરૂમ અને રહેણાંક માટે સ્ટાફ કવાર્ટર સહિતની આધુનિક સુવિધા સભર પેટા આરોગ્ય કેન્દ્ર કાર્યાન્વિત થતાં હવે ગામને ઘર આાંગણે આરોગ્ય સુવિધા ઉપલબ્ધ થશે. આ કેન્દ્રો ખાતે પ્રાથમિક સારવાર સાથે હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર પણ શરૂ થતાં ડાયાબીટીઝ, બલ્ડ પ્રેશર જેવી બીમારીઓ અને લોહીની તપાસ સાથે મહિલાઓને પ્રસૂતિ સહિતની વિશેષ સારવાર પણ મેડિકલ ઓફિસર દ્વારા મળી રહેશે. પર્યાપ્ત આરોગ્ય સ્ટાફ સાથે શરૂ કરાયેલા આ પેટા આરોગ્ય કેન્દ્રો થકી આ ગ્રામ્ય વિસ્તારના લોકોની આરોગ્યની સુરક્ષા સઘન બનશે. આ તકે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વર્ષ 2022 સુધીમાં “નલ સે જલ” અંતર્ગત આ વિસ્તારના તમામ ગામોમાં ઘર-ઘર નળ દ્વારા પાણી વિતરણની યોજનાને પરિપૂર્ણ કરવા સતત કાર્યરત છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોને આસપાસના શહેરો સાથે આંતરિક રસ્તાઓની કનેકટીવિટી, સીમશાળા અને નવી હાઈસ્કૂલની મંજુરી સહિતના તમામ માળખાકીય વિકાસના કામો સતત ચાલી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો