ભરૂચ / દેશભરમાં CAA અને NRC મુદ્દે જન આંદોલન કરી લોકોએ ચિંતા પ્રદર્શિત કરી છેઃ અહેમદ પટેલ

ગરીબ પ્રજા જન્મ કે અન્ય ઓળખના દસ્તાવેજો ક્યાંથી લાવશે: અહેમદ પટેલ
ગરીબ પ્રજા જન્મ કે અન્ય ઓળખના દસ્તાવેજો ક્યાંથી લાવશે: અહેમદ પટેલ

  • મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટની 25મી વર્ષગાંઠે અહેમદ પટેલે હાજરી આપી

Divyabhaskar.com

Jan 19, 2020, 05:33 PM IST
વડોદરાઃ ભરૂચ ખાતે મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટની 25મી વર્ષગાંઠના સમયે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ વિશેષ હાજર રહ્યાં હતા. કાર્યક્રમમાં અહમદ પટેલે CAA અને NRC ના મુદ્દે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, કાયદા અંગે રાજ્યની જે વિધાનસભામાં ઠરાવ પસાર કરી લાગુ ન કરવાની દરખાસ્ત કરી છે જેને ગંભીરતાથી સરકારે લેવી જોઈએ અને તે મુદ્દે પૂર્વ વિચારણા કરવી જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશભરમાં CAA અને NRC મુદ્દે જે જન આંદોલન થઈ રહ્યા છે તે લોકો સ્વયં કરીને ચિંતા પ્રદર્શિત કરે છે. આ કોઈ ધર્મ કે જાતિનો પ્રશ્ન નથી પરંતુ ગરીબ પ્રજા જન્મ કે અન્ય ઓળખના દસ્તાવેજો ક્યાંથી લાવશે તેમ જણાવ્યું હતું.
X
ગરીબ પ્રજા જન્મ કે અન્ય ઓળખના દસ્તાવેજો ક્યાંથી લાવશે: અહેમદ પટેલગરીબ પ્રજા જન્મ કે અન્ય ઓળખના દસ્તાવેજો ક્યાંથી લાવશે: અહેમદ પટેલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી