તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાક:આજે યાર્ડમાં પડતર મગફળીનો નિકાલ થશે

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવતીકાલથી નવી આવક શરૂ કરાશે

યાર્ડમાં લાભપાંચમે 75 હજાર ગુણી મગફળીની આવક થઈ હતી. શનિવાર સુધી આ મગફળીનો નિકાલ થયો ન હતો. અંદાજિત હજુ 25 હજાર ગુણી મગફળી પડતર છે. આ મગફળીનો નિકાલ આજે કરવામાં આવશે અને સંભવત કાલે મંગળવારથી યાર્ડમાં નવી મગફળી આવક સ્વીકારવામાં આવશે.

કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અજય ખૂંટના જણાવ્યાનુસાર લાભપાંચમના દિવસે ધારણા કરતા ઓછી મગફળીની આવક થઇ હતી.આમ છતાં લેવાલી નહીં હોવાથી તેનો નિકાલ થયો નહોતો. મગફળીના ભાવ રૂ.900 થી લઈને રૂ.1000 સુધીનો ભાવ બોલાયો હતો.આજે ખૂલતી બજારે આ મગફળીનો નિકાલ થશે અને ત્યારબાદ નવી મગફળીની આવક સ્વીકારવામાં આવશે. હવે સિંગતેલની સિઝન શરૂ થશે ત્યારે મગફળીની ડિમાન્ડ વધુ રહેશે પરિણામે ખેડૂતો પોતાની પાસે રહેલી મગફળીનો નિકાલ કરશે. જેથી મગફળીની આવક વધવાની સંભાવના છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો