તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:સંખેડાની ભાગોળે પડેલાં ગાબડાનું પેચવર્ક કરાયું

સંખેડા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગાબડાનું સમારાકામ કરાયું હતું.
  • 21મીએ દિવ્યભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું
  • લાંબા સમયથી પડેલા ગાબડાનું સ્થાનિક તંત્ર દ્વારા સમારકામ કરાતું ન હતું

સંખેડા ગામની ભાગોળે પડેલા ગાબડાનું સમારકામ તંત્ર દ્વારા કરાયું હતું. પેચવર્કની કામગીરી કરાઈ હતી. લાંબા સમયથી આ ગાબડાનું સમારકામ કરવામાં તંત્ર આળસ સેવતું હતું. દિવ્ય ભાસ્કરમાં આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને પેચવર્કની કામગીરી કરી હતી.સંખેડા ગામની ભાગોળે પડેલા ગાબડા અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં તા.21 નવેમ્બરના રોજ પ્રસિદ્ધ થયો હતો. એ બાદ તંત્ર હરકતમાં આવ્યું અને ગાબડાના સ્થળે સમારકામ હાથ ધર્યુ છે. લાંબા સમયથી આ સ્થળે ગાબડું હતું. પણ તંત્ર ગાબડાનું સમારકામ કરી પેચવર્ક કરવામાં આળસ સેવતું હતું. પણ જ્યારે આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર જાગ્યું અને સમારકામ હાથ ધર્યું છે.

સંખેડા ગામની ભાગોળ સતત વાહનવ્યવહારની અવર-જવરથી ધમધમતો માર્ગ છે. સંખેડા ભાગોળેથી સંખેડા ગામમાં આવવા ઉપરાંત બહાદરપુર, બોડેલી અને મેવાસ વિસ્તારમાં જઇ શકાય છે. સંખેડા ગામની ભાગોળે જ તમામ પ્રકારના વેપારધંધા વિકસેલા હોઇ અનેક લોકોની દિવસ ભર આ રસ્તે આવ-જા ચાલુ રહે છે.આ ગાબડાના કારણે અનેક વાહન ચાલકો પરેશાન બનેલા હતા. ખાસ કરીને મોટરસાઇકલ ચાલકોને સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેથી આ જગ્યાએ પડેલા ગાબડાનું સત્વરે સમારકામ કરવામાં આવે એવી માંગ ઉઠતી હતી. આખરે તા.22મી નવેમ્બરની સાંજે તેનું સમારકામ હાથ ધરાયુ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો