- ન્યુઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ મુજબ કંપનીના ખોટા નિર્ણયના કારણે વેચાણ ઘટ્યું
- 2018-19માં વેચાણ હજુ પણ ઘટે તેવી શકયતા, ડિસેમ્બર 2018 સુધી માત્ર 4700 કરોડ રૂપિયા હતું
Divyabhaskar.com
Jun 12, 2019, 02:19 PM ISTનવી દિલ્હીઃ પતંજલિના ફાઉન્ડર રામદેવે 2017માં આશા વ્યક્ત કરી હતી કે માર્ચ 2018 સુધીમાં કંપનીનું વેચાણ બે ગણાથી વધુ થઈને 20,000 કરોડ રૂપિયાએ પહોંચી જશે. જોકે વધવાની જગ્યાએ પતંજલિનું વેચાણ 10 ટકા ઘટીને 8,100 કરોડ રૂપિયા થયું હતું. ન્યુઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ મુજબ પતંજલિએ વાર્ષિક નાણાંકીય રિપોર્ટમાં આ માહિતી આપી છે.
પતંજલિએ વિસ્તાર કરવામાં ગુણવતા પર ધ્યાન આપ્યું નથીઃ રિપોર્ટ
રોયટર્સના સૂત્રો અને એનાલિસ્ટોનું કહેવું છે કે ગત નાણાંકીય વર્ષ 2018-19માં પતંજલિના વેચાણમાં હજુ પણ વધુ ઘટાડો આવશે. કેયર રેટિંગ્સે આ વર્ષે એપ્રિલમાં જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર 2018 સુધીના ત્રણ ત્રિમાસિકમાં પતંજલિએ માત્ર 4,700 કરોડ રૂપિયાના ઉત્પાદ વેચ્યા હતા.
રોયટર્સના રિપોર્ટ મુજબ પતંજલિના હાલના અને પૂર્વ કર્મચારીઓ, સપ્લાયર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ, સ્ટોર મેનેજર અને ગ્રાહકોનું કહેવું છે કે ખોટા નિર્ણયોના કારણે કંપનીની મહત્વકાંક્ષાઓમાં ઘટાડો થયો છે. તેમણે જણાવ્યું કે ઝડપથી વિસ્તાર કરવાને કારણે પતંજલિએ ગુણવતા જાળવી રાખવા બાબત પર ધ્યાન આપ્યું નથી.