સાંતલપુર / પાટણકા ગામે પાડોશીએ 6.56 લાખના ઘરેણાં ચોરી રાધનપુરમાં ગીરવે મૂકી ગોલ્ડ લોન લીધી

Patanaka village neighbor steals 6.56 lakh jewelry and picks up a gold loan at Radhanpur

  • ચોરીના ઘરેણાંથી લોન લેવાનો પ્રથમ કિસ્સો સામે આવતા પોલીસ પણ અચંબામાં 
  • 13 માર્ચે દીકરી સાસરેથી ઘરેણાં સાથે ઘરે આવ્યા બાદ ઘરમાં ચોરી થયાની જાણ થઇ
  • જાણભેદુ હોવાની શંકાના આધારે પોલીસે પાડોશીને ઝડપી પાડ્યો હતો 

દિવ્ય ભાસ્કર

Mar 20, 2020, 09:24 AM IST
પાટણઃ સાંતલપુરના પાટણકા ગામમાં ગત 12 માર્ચે એક મકાનમાં તિજોરીમાં રાખેલા 151 ગ્રામ કુલ 6.56 લાખના સોનાના દાગીનાની ચોરી થઈ હતી. જેમાં પોલીસે જાણભેદું હોવાની આશંકાથી તપાસનો દોર ચલાવતાં પાડોશીએ એક મિત્ર સાથે મળી ચોરી કર્યાનું સામે આવતા પોલીસે પકડી અડધો મુદામાલ રિકવર કરી ભેદ ઉકેલ્યો હતો. પરંતુ પ્રથમ વખત જિલ્લામાં ચોરીના દાગીના વેચવાના બદલે લોન લઇ લીધી હોવાનું સામે આવતા પોલીસ માટે પણ અચંબાભર્યો કિસ્સો બન્યો છે. અડધો મુદામાલ બેંકમાં જમા કરાવ્યો હોય તેને રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
સાંતલપુરના પાટણકા ગામે રહેતા હમીરભાઇ વાલાભાઇ આયરની દીકરી લગ્ન બાદ ઘરેણાં સાથે ઘરે પરત આવી હતી ત્યારે દીકરી પાસે રહેલા સોનાના દાગીના ચોરી કરવા પાડોશમાં રહેતા ભરતભાઈ ઉર્ફે ભચો કડો જીવણભાઈ આયરે નજીકના મિત્ર કમલેશ સાથે મળી 13 માર્ચના રોજ રાત્રીના સમયે ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાંથી સોનાનો પૈહાર કિં.4.35 લાખ, સોનાનું મંગળસૂત્ર કિં.95700, સોનાનો હાર કિં.1 લાખ, સોનાના મણકાની કંઠી કિં.8000, કાનનો સોનાનો કાંપ કિં.18000 કુલ 151 ગ્રામના 6,56,700ના ઘરેણાંની થેલી ચોરી કરી હતી. વહેલી સવારે પરિવારને ચોરી મામલે જાણ થતા સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતાં ડીવાયએસપી રાધનપુરના માર્ગદર્શન મુજબ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.
ઘટનામાં જાણ ભેદુ હોવાની આશંકા જતા તે દીશામા તપાસનો દોર શરૂ કરી ગણતરીના દિવસોમાં પાડોશી જ ચોર હોવાનું બહાર આવતા પોલીસે બાતમી આધારે બાબરા ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલ પાસેથી પાડોશીને પકડી પાડી ઉલટ તપાસ કરતા ચોરી કર્યાની કબૂલાત કરી હતી.PSI એશ.જે.પરમાર તેમજ પોલીસ કર્મી સવદાશભાઇ, વસતાભાઇ, લખનકુમાર, વિપુલભાઇ સહિતે ચોરીનો અડધો મુદ્દામાલ તેના ઘરેથી રિકવર કરી તેના સાગરીત અન્ય કમલેશને પકડવા શોધખોળ હાથ ધરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.
ચોરીના દાગીના પર ફાયનાન્સમાંથી લોન લઇ લીધી
એસપી અક્ષયરાજય મકવાણાએ જણાવ્યું કે ચોરી કરેલ સોનાના ઘરેણાંનો અડધો મદ્દામાલ પાડોશીના ઘરે રાખ્યો હતો અને અડધો મુદ્દામાલ રાધનપુર ખાત આઈઆઈએફએલ ફાઇનાન્સમાં ગીરવે મૂકી તેની પર લોન લઇ લીધી છે.જે ફાયનાન્સ પાસેથી આ મુદ્દામાલ રિકવર કરવા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
દીકરી આવીએ દિવસે જ ચોરી થતા જાણભેદુ હોવાની શંકા ગઈ
હમીરભાઈની દીકરીના લગ્નમાં લીધેલા ઘરેણાં સાથે દીકરી સાસરેથી પરત ઘરે આવી હતી તે ફક્ત તેમના આસપાસના પાડોશીઓ અને સંબધીઓ જાણ હતી. જેથી દીકરીના જ ઘરેણાંની તિજોરીમાંથી ચોરી થતા ચોરી કરનાર કોઈ બહારનો નહીં પણ કોઈ જાણભેદુ હોવાની પોલીસને શંકા ગઈ હતી.
X
Patanaka village neighbor steals 6.56 lakh jewelry and picks up a gold loan at Radhanpur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી