• Home
  • Lifestyle
  • Travel
  • Passengers will get internet access while flying, cleared by Ministry of Civil Aviation

હવાઈ મુસાફરી / ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન યાત્રીઓને ઈન્ટરનેટની સુવિધા મળશે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંજૂરી આપી

Passengers will get internet access while flying, cleared by Ministry of Civil Aviation

Divyabhaskar.com

Mar 02, 2020, 06:37 PM IST

ટ્રાવેલ ડેસ્ક. હવાઈ યાત્રા કરનાર લોકો ટૂંક સમયમાં મુસાફરી દરમિયાન ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. ડોમેસ્ટિક એરલાઈન્સમાં ઉડાન દરમિયાન પ્રવાસીઓ હવે ઈન્ટરનેટની સુવિધાનો લાભ ઉઠાવી શકશે. સરકારે વિમાનમાં ઉડાન દરમિયાન વાઈ-ફાઈ દ્વારા ઈન્ટરનેટ સેવાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તેના માટેનું જાહેરનામું પણ બહાર પાડ્યું છે અને એરક્રાફ્ટ એક્ટ 1937માં સુધારો કર્યો છે. તે અનુસાર, ‘પાયલટ ઈન કમાન્ડ’ ઉડાન દરમિયાન વાઈ-ફાઈ દ્વારા પ્રવાસીઓને ઈન્ટરનેટનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકે છે. આ ફેરફાર બાદ પ્રવાસીઓ ઈન્ટરનેટ દ્વારા લેપટોપ, સ્માર્ટફોન, ઈ રીડર, સ્માર્ટવોચ કે ટેબલેટ જેવા ડિવાઈસને ઈન્ટરનેટ સાથે ક્નેક્ટ કરી શકે છે.


અત્યારે ઈલેક્ટ્રિક ડિવાઈસનો ઉપયોગ થઈ શકતો નથી
જો કે, એરક્રાફ્ટ એક્ટ 1937ના નિયમ 29B અંતર્ગત એવો નિયમ બનાવવામાં આવ્યો હતો કે, કોઈ પણ પ્રવાસી અથવા પાયલટ ફ્લાઇટમાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસનો ઉપયોગ કરી શકશે નહીં. હવે મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અંતર્ગત પેટા નિયમ 1 ના આધાર પર પાઇલટ ઇન કમાન્ડ આ સેવા ઉપલબ્ધ કરાવી શકે છે.નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે, વિમાન જ્યાં સુધી રન વે પર હશે ત્યારે અને લેન્ડ કરતી વખતે આ સેવા આપવામા આવશે નહીં.

વિસ્તારા એરલાઈન્સે ઈન્ટરનેટ સેવા આપવાની જાહેરાત કરી

ઉડાન દરમિયાન પ્રવાસીઓને વાઈ-ફાઈ દ્વારા ઈન્ટરનેટ ક્નેક્ટિવિટી આપનારી વિસ્તારા દેશની પ્રથમ એરલાઈન્સ કંપની બનવા જઈ રહી છે. વિસ્તારા થોડા જ સપ્તાહમાં ઈન ફ્લાઈટ વાઈફાઈ દ્વારા તેના બોઇંગ 787 ડ્રીમલાઇનર્સ વિમાનમાં આ સુવિધા પ્રદાન કરશે.વિસ્તારા ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઇન્સની સંયુક્ત કંપની છે.

X
Passengers will get internet access while flying, cleared by Ministry of Civil Aviation

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી