• Home
  • Lifestyle
  • Travel
  • Passengers carrying less luggage at Indira Gandhi International Airport will no longer have to stand in line for check in

ફેરફાર / ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઓછો સામાન લઈ જતા યાત્રીઓએ હવે ચેક ઈન માટે લાઇનમાં ઊભા રહેવું પડશે નહીં

Passengers carrying less luggage at Indira Gandhi International Airport will no longer have to stand in line for check-in

divyabhaskar.com

May 07, 2019, 01:26 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ નવી દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI)પર પ્રવાસીઓને હવે એક નવી સુવિધા આપવામાં આવશે. આ એરપોર્ટના ટર્મિનલ-2 પર જે યાત્રીઓ ફક્ત એક હેન્ડ બેગ લઇને આવશે તેમને એક્સપ્રેસ ચેક-ઇનની સુવિધા મળશે. આ સુવિધા હેઠળ તેમણે બીજા લોકો સાથે લાઇનમાં ઊભા નહીં રહેવું પડે. આ સુવિધાથી તેમનો સમય પણ બચશે. આવતા મહિનાથી IGI એરપોર્ટ પર આ સુવિધા શરૂ થઈ જવાની ધારણા છે.


IGI એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે, 'આ એક્સપ્રેસ-વે માટે ટર્મિનલ-2ના ગેટ નંબર-1ની નજીક આ જગ્યા પસંદ કરવામાં આવી છે. અહીં માત્ર હેન્ડબેગ લઇને આવતા મુસાફરો માટે અલગથી એક કોરિડોર બનાવવામાં આવશે. આ એક્સપ્રેસ-વેથી જવા માટે મુસાફરીનો બોર્ડિંગ પાસ અગાઉથી જ લીધેલો હોવો જોઇએ, જેથી પાછળથી લાઇનમાં ઊભા રહેવું ન પડે. આ રીતે મુસાફર ક્યાંય પણ લાઇનમાં ઊભા રહ્યા વગર સીધો જ પ્લેન સુધી પહોંચી જશે.'


હૈદરાબાદ એરપોર્ટ પર આ સુવિધા શરૂ થઈ ગઈ છે
આ પ્રકારની સુવિધા હૈદરાબાદ એરપોર્ટ પર શરૂ થઈ ગઈ છે અને તેનો બહુ સારો રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે. જેને જોતા હવે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ આ સુવિધા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માત્ર એક હેન્ડબેગવાળા મુસાફરોને ડાયરેક્ટ ચેક-ઈનની સુવિધા આપવાથી એરપોર્ટ ટર્મિનલ પર ભીડ ઘણી ઓછી થઈ જશે.

X
Passengers carrying less luggage at Indira Gandhi International Airport will no longer have to stand in line for check-in
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી