તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Pass Required In APMC, Delivery Of Vegetables Will Take Place Only After 6 Am, The Commissioner Of Police Held A Meeting With APMC

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:APMCમાં પાસ જરૂરી, શાકની ડિલિવરી સવારે 6 પછી જ થશે, પોલીસ કમિશનરે APMC સાથે બેઠક કરી

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરદાર માર્કેટમાં કોરોનાનું સંક્રમણ નહીં વધે તે માટે રવિવારે બપોરે પોલીસ કમિશનર અજય તોમર,ડીસીપી ભાવના પટેલ, પાલિકાના નોડલ ઓફિસર માંકડિયા,એસીપી વસાવા સહિતના અધિકારીઓએ એપીએમસીના ચેરમેન રમણ જાની, વાઇસ ચેરમેન સંદીપ દેસાઇ તથા અન્ય ડિરેક્ટરો સાથે મિટીંગ કરી હતી. જેમાં સોમવારથી ફરી પાસની સાથે જ માર્કેટમાં પ્રવેશ આપવા સૂચન કરવામાં આવ્યું છે.રવિવારે બપોરે મળેલી મિટીંગમાં પોલીસ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે કે, કોઈ પણ શાકભાજીના વેપારી, એજન્ટ, તોલાટ, મજૂરો અને ટ્રક-ટેમ્પોના ડ્રાઇવરને પાસ વિના પ્રવેશ આપવામાં આવશે નહીં.

આ મિટીંગમાં એપીએમસીના ચેરમેન રમણ જાનીએ અધિકારીઓને જણાવ્યું હતું કે, લોકડાઉન વખતથી કલેક્ટરે જે ગાઇડલાઇન જાહેર કરી છે. તેનું પાલન આજે પણ થાય છે, આ ઉપરાંત શાકભાજી ફ્રેશ રાખવા માટે આર.ઓ વોટર સપ્લાઇ આપવામાં આવી રહી છે. વધુમાં, આ મિટીંગમાં અધિકારીઓને માર્કેટ યાર્ડની બહાર ભરાતા બજારની જવાબદારી એપીએમસીની નહીં હોવાનું સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું હતું.

મળેલી મિટીંગના આધારે એપીએમસીમાં રોજ શાકભાજી વેચવા આવતાં ખેડૂતોને પણ રાત્રે 9 પૂર્વે માર્કેટમાં આવી જવા માટે સૂચન કરવામાં આવ્યું છે. તેમજ વેપારીઓને પણ સવારે 6 વાગ્યા પછી જ શહેરની રિટેઈલ માર્કેટોમાં ટ્રક અને ટેમ્પો થકી લઇ જવાની સુચના આપવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો