તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રંગોની કળા:નવસારીમાં વર્ચ્યુઅલ રંગોળી સ્પર્ધા, 99એ ભાગ લીધો

નવસારી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ-19ની પરિસ્થિતિમાં બૃહદ અનાવિલ સમાજ દ્વારા કરાયેલું આયોજન

હાલમાં ચાલી રહેલી કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને નવસારીમાં બૃહદ અનાવિલ સમાજે વર્ચ્યુઅલ રંગોળી સ્પર્ધાનુ આયોજન કરી સમાજના લોકોની પ્રતિભા ઉજાગર કરવાનો એક પ્રયત્ન કર્યો છે. આ સ્પર્ધામાં રાજ્યભર માંથી 99 અનાવિલોએ ભાગ લીધો હતો. જે ખૂબ જ મોટી વાત કહી શકાય. દિવાળીના દિવસે સ્પર્ધકોએ પોતાના ઘરે જ રંગ, કરોટી, રેતી, અનાજ કે ફૂલ જેવા કોઇપણ માધ્યમમાં રંગોળી બનાવી ઓનલાઇન લીંક પર સ્પર્ધકોએ મુકવાની હતી. ઓનલાઇન દિવાળી રંગોળી સ્પર્ધા બે વિભાગમાં કરવામાં આવી હતી. પ્રથમ વિભાગમાં 18 વર્ષથી નીચેના સ્પર્ધકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે બીજા વિભાગમાં 18 વર્ષથી ઉપરના સ્પર્ધકોનો સમાવેશ કરાયો હતો.

પ્રથમ વખત યોજાયેલ ઓનલાઇન દિવાળી રંગોળી સ્પર્ધામાં કોઇપણ પ્રકારની અડચણ ન આવે તેના માટે ધર્મેશભાઇ નાયક, ધરવ દેસાઇ અને મીત દેસાઇની ટીમ સતત કાર્યરત રહી હતી. ઓનલાઇન રજિસ્ટ્રેશન ફોર્મ બનાવવાથી લઇને દરેક સ્પર્ધકની એન્ટ્રી સરખી રીતે આવે તે બાબતની તકેદારી આ ત્રણે રાખી રહ્યાં હતા. આ સાથે જ પરિણામની પ્રક્રિયાને સરળ બનાવવામાં પણ તેઓનો મહત્વનો ફાળો રહ્યો હતો. આ ઓનલાઇન સ્પર્ધા સારી રીતે પરિપુર્ણ થાય તેના પર બૃહદ અનાવિલ સમાજના પ્રમુખ મુકેશભાઇ નાયક અને સેક્રેટરી પ્રશાંતભાઇ દેસાઇએ સતત સંપર્કમાં રહી પુરતો સહયોગ આપ્યો હતો.

ઓનલાઇન દિવાળી રંગોળી સ્પર્ધાના વિજેતાઓની વાત કરીએ તો પ્રથમ વિભાગ 18 વર્ષથી નીચેની વયની સ્પર્ધામાં વલસાડની હારીણી મહેતા વિજેતા બની હતી, જ્યારે નવસારીની સ્તુતી દેસાઇએ બીજો અને હેતી દેસાઇએ ત્રીજો ક્રમ મેળવ્યો હતો. બીજા વિભાગમાં સુરતના ફાલ્ગુની દેસાઇએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો, તેની સાથે જ વલસાડના ક્રિષ્ના મહેતાએ દ્વિતિય અને સુરતના નીધી દેસાઇએ તૃતિય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. સેજલ નાયક અને નિમેશ નાયકને આશ્વાસન ઇનામ પણ આપ્યા હતા. દરેક કૃતિઓને પુરસ્કાર અને પ્રમાણપત્રથી નવાજવામાં આવી હતી. દિવાળીના દિવસે યોજવામાં આવેલ ઓનલાઇન રંગોળી સ્પર્ધાના પરિણામ અમલસાડના કલા-આચાર્ય અક્ષયભાઇ નાયકે તટસ્થ અને બારીકાઇથી તપાસી નવવર્ષની સવારે જાહેર કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો