તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:સુલતાનપુરમાં આંશિક લોકડાઉન, બપોર બાદ દુકાનો સદંતર બંધ

ગોંડલ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના કેસમાં અચાનક જ ઉછાળો આવતાં ગ્રામપંચાયત સતર્ક બની
  • એક સપ્તાહ સુધી સવારે 6 થી 12 સુધી જ ધંધા, રોજગાર ચાલુ રહી શકશે

ગોંડલ તાલુકાના સુલતાનપુરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં 19 કેસ નોંધાયા છે, તેમજ 3 વ્યક્તિના મોત થયાં છે, ત્યારે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે ગઈકાલે ફરી 5 કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. કોરોનાનો કહેર નાના ગામડા સુધી પહોંચી ગયો છે, આથી અત્યાર સુધી સુરક્ષિત રહેલા નાના ગામડામાં સંક્રમણ ન વધે તે માટે ગ્રામ પંચાયતે આગોતરી તૈયારી કરી લીધી છે અને એક સપ્તાહ સુધી આંશિક લોકડાઉન જાહેર કરી દીધું છે.

સુલતાનપુર ગ્રામ પંચાયત દ્વારા ગામના તમામ વેપારીઓ, આગેવાનો, ગામલોકો ની મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં સૌનું મંતવ્ય જાણીને સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી તમામ દુકાનો ખુલ્લી રાખી શકાશે તેમજ બપોર બાદ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ જે લોકો કોરોના પોઝિટિવ છે તે લોકો ઘર ની બહાર ન નીકળે. જો નીકળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ ગામ લોકો સોશ્યિલ ડિસ્ટન્સ જાળવે, ફરજિયાત માસ્ક પહેરે, તેમજ પ્રસંગો મા પણ સામાજિક અંતર જાળવે તેવી કડક સૂચના આપવામાં આવી હતી.

ફેરિયાઓને ગામમાં આવવા પર પ્રતિબંધ
સુલતાનપુર ગામમાં બહાર ગામથી આવતા ફેરિયાઓને ગામમાં આવવા પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે, જે લોકો ને ત્યાં લગ્ન પ્રસંગ કે સગાઇ હોય તે લોકો ને ગ્રામ પંચાયત સુલતાનપુર ખાતે નોંધણી કરવાની ફરજિયાત રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો