વિવાદ / ઓસ્કર અવોર્ડ વિજેતા બેસ્ટ ફિલ્મ ‘પેરાસાઇટ’ વિરુદ્ધ તમિળ પ્રોડ્યૂસર પીએન થેનપ્પન કેસ ફાઈલ કરશે, પ્લોટ ચોરીનો આરોપ

Partasite dispute| Oscar winner film Parasite in dispute| Tamil producer PN Thenappan to file case

Divyabhaskar.com

Feb 15, 2020, 06:19 PM IST

બોલિવૂડ ડેસ્ક: તમિળ પ્રોડ્યૂસર પીએન થેનપ્પને ઓસ્કર અવોર્ડ વિનર બેસ્ટ ફિલ્મ ‘પેરાસાઇટ’ વિરુદ્ધ કેસ કરવાનું જાહેર કર્યું છે. આઈએએનએસ મુજબ પીએન થેનપ્પને ફિલ્મમેકર્સ પર કોપીનો આરોપ લગાવ્યો છે. સાઉથ કોરિયન ફિલ્મ ‘પેરાસાઇટ’ને 92મા એકેડમી અવોર્ડ્સમાં બેસ્ટ પિક્ચરનો અવોર્ડ મળ્યો છે. આ ફિલ્મને 6 નોમિનેશન મળ્યા હતા જેમાંથી 4 અવોર્ડ જીત્યા હતા.

એક ન્યૂઝ વેબસાઈટ સાથે વાતચીત દરમ્યાન થેનપ્પને કહ્યું કે, હું સોમવાર અથવા મંગળવારે ઇન્ટરનેશનલ લોયરની મદદથી ફિલ્મમેકર્સ વિરુદ્ધ કેસ ફાઈલ કરીશ. ‘પેરાસાઇટ’ના મેકર્સે મારા ફિલ્મના પ્લોટની ચોરી કરી છે. તેમણે કહ્યું કે, જ્યારે એ લોકોને લાગે છે કે આપણી ફિલ્મ એની ફિલ્મથી પ્રેરિત છે તો તેઓ આપણા વિરુદ્ધ કેસ કરી દે છે તો હું પણ હવે તેમની સાથે આવું જ કરવા માગુ છું. તેમણે ફિલ્મમેકર્સ પાસેથી વળતરની પણ ડિમાન્ડ કરી છે.

થેનપ્પને 1999માં આવેલ ફિલ્મ ‘મિનસારા કન્ના’ ફિલ્મ પ્રોડ્યૂસ કરી હતી જેમાં વિજય લીડ રોલમાં હતો. સોશિયલ મીડિયા યુઝરનો દાવો છે કે આ ફિલ્મની સ્ટોરી ‘પેરાસાઇટ’ સાથે મળતી આવે છે. ‘મિનસારા કન્ના’ ફિલ્મના ડિરેક્ટર રવિકુમારનું કહેવું છે કે, ફિલ્મની સ્ટોરીને ઓસ્કર મળ્યો છે તેનાથી હું ઘણો ખુશ છું. જોકે કેસ કરવો કે નહીં તે મેકર્સ પર નિર્ભર છે.

પહેલીવાર નોન-ઇંગ્લિશ ફિલ્મે ઓસ્કર જીત્યો
એકેડમી અવોર્ડ્સમાં ઇતિહાસમાં પહેલીવાર કોઈ નોન-ઇંગ્લિશ ફિલ્મને બેસ્ટ પિક્ચરનો અવોર્ડ મળ્યો છે. ફિલ્મને આ સિવાય બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લે, બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ અને બેસ્ટ ડિરેક્ટરનો પણ અવોર્ડ મળ્યો.

X
Partasite dispute| Oscar winner film Parasite in dispute| Tamil producer PN Thenappan to file case
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી