ખુલાસો / પરિણીતી ચોપરાને 'પીકુ' ના કરવાનો અફસોસ; કહ્યું, કન્ફ્યૂઝનને કારણે ફિલ્મ ના કરી શકી

Parineeti Chopra Regreted not doing Lead Role in 'Piku'
X
Parineeti Chopra Regreted not doing Lead Role in 'Piku'

Divyabhaskar.com

Jun 18, 2019, 05:59 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાએ કહ્યું હતું કે ડિરેક્ટર શૂજીત સરકારે તેને ફિલ્મ 'પીકુ' ઓફર કરી હતી. જો તેણે ફિલ્મમાં કામ કરવાની હા પાડી હોત તો તે દીપિકા પાદુકોણના સ્થાને હોત. આજે તેને આ ફિલ્મ ના કરવાનો અફસોસ છે. પરિણીતીએ આ ખુલાસો નેહા ધૂપિયાના ચેટ શો 'બીએફએફ વિથ વોગ'માં કર્યો હતો. પરિણીતી પોતાની ફ્રેન્ડ સાનિયા મિર્ઝા સાથે શોમાં આવી હતી.

કન્ફ્યૂઝનને કારણે ફિલ્મ છોડી હતી

પરિણીતીએ કહ્યું હતું, 'ખરી રીતે તો મેં ફિલ્મ રિજેક્ટ કરી નહોતી. કેટલીક કન્ફ્યૂઝન હતી. તે સમયે હું અન્ય એક ફિલ્મ કરતી હતી, જે પછી બની જ નહીં. છેલ્લે નુકસાન મારું જ ગયું.' ઉલ્લેખનીય છે કે 2015માં રિલીઝ થયેલી 'પીકુ'માં દીપિકા પાદુકોણ સિવાય અમિતાભ બચ્ચન, ઈરફાન ખાન તથા મૌસમી ચેટર્જી હતાં.

2. કયા એક્ટરે થોડી ક્રેઝીનેસ ઓછી કરવાની જરૂર છે?

નેહાએ જ્યારે આ સવાલ કર્યો તો પરિણીતીએ મજાકમાં રણવીર સિંહનું નામ લીધું હતું. જોકે, પછી તરત જ એક્ટ્રેસે સ્પષ્ટતા કરી હતી કે આ માત્ર એક મજાક હતી. તે પાગલ નથી પરંતુ સારી રીતે ક્રેઝી છે. પરિણીતી ચોપરાની ફિલ્મ 'જબરિયા જોડી' 2 ઓગસ્ટે રિલીઝ થશે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા છે.

3. સાઈના નેહવાલની બાયોપિક માટે ટ્રેનિંગ શરૂ કરી

પરિણીતી ચોપરા બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલની બાયોપિકમાં લીડ રોલમાં જોવા મળશે. અમોલ ગુપ્તેની આ ફિલ્મ માટે સાઈનાએ ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. હાલમાં જ પરિણીતીએ બે તસવીર ઈન્સ્ટાગ્રામમાં શૅર કરીને કહ્યું હતું, 'પહેલાં તથા પછી. સાઈના નેહવાલ તમે કેવી રીતે કરો છો?' એક તસવીરમાં પરિણીતી બેડમિન્ટન રમતી જોવા મળે છે. પછી બીજી તસવીરમાં તે થાકીને જમીન પર સૂતી જોવા મળે છે. આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરમાં શરૂ થશે. પહેલાં આ ફિલ્મમાં શ્રદ્ઘા કપૂર હતી પરંતુ કેટલાંક કારણોસર તે આ ફિલ્મ કરી શકી નહીં.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી