અમદાવાદ / DPS ઇસ્ટ સામે વાલીઓ હાઇકોર્ટમાં PIL કરશે

DPS ઇસ્ટની ફાઇલ તસવીર.
DPS ઇસ્ટની ફાઇલ તસવીર.

Divyabhaskar.com

Dec 27, 2019, 03:14 AM IST
અમદાવાદ: ડીપીએસ-ઇસ્ટના વાલીઓ 6 જાન્યુઆરીએ સરકાર, ડીપીએસ મેનેજમેન્ટ સામે પીઆઇએલ ફાઇલ કરશે. મેનેજમેન્ટ યોગ્ય જવાબ ન આપતું હોવાથી બાળકોના ભવિષ્યને લઇને વાલીઓ સાથે છેતરપિંડી થઇ હોવાની રજૂઆત કરાશે.
6 જાન્યુઆરીએ દાખલ કરનારી અરજીમાં સ્કૂલ મેનેજમેન્ટ અને સરકારને પણ પક્ષકાર બનાવાશે
વાલી આગેવાન શોએબ મલિકે જણાવ્યું હતું કે, અત્યાર સુધી વાલીને સ્પષ્ટ રીતે સરકાર કે સીબીએસઇ દ્વારા જણાવ્યું નથી કે સ્કૂલ બંધ થવાના સંજોગોમાં વિદ્યાર્થીઓને એડમિશન ક્યાં કરવામાં આવશે. વાલીઓને સ્કૂલ મેનેજમેન્ટ તરફથી કોઇ જ સહકાર અપાતો નથી. આ સંજોગોમાં વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું થશે તે વિશે વાલીઓની ચિંતા છે. અમે આ જ બાબત કોર્ટ સમક્ષ મુકીશું. અત્યાર સુધી 450 કરતા વધુ વાલીઓએ વકાલતનામા પર સહી કરી છે. અમે 6 જાન્યુઆરીએ પીઆઇએલ ફાઇલ કરીશું. વાલીઓ રજૂઆત અને વિનંતી કરીને થાક્યા હોવાથી કોર્ટના શરણે જતા હોવાની વાત સ્કૂલ વાલી મંડળે સ્વીકારી હતી. અગાઉ સ્કૂલ મેનેજમેન્ટે વાલીઓને હાઇકોર્ટમાં નહીં જવા માટે સમજાવ્યા હતા.
CBSEને પણ કોર્ટમાં લઈ જશે
વાલીઓ હાઇકોર્ટમાં કરનારી પીઆઇએલમાં ગુજરાત સરકાર, ઔડા, સીબીએસઇ, સ્કૂલ મેનેજમેન્ટ અને ડીપીએસ સોસાયટીને સમાવશે. ચાર પાર્ટીઓને સ્કૂલના વાલીઓને અંધારામાં રાખવા માટે અને બાળકોનું ભવિષ્ય બગાડવા માટે હાઇકોર્ટમાં અરજી કરશે.
X
DPS ઇસ્ટની ફાઇલ તસવીર.DPS ઇસ્ટની ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી