તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયબર ક્રાઇમ:પારડીના નિવૃત સરકારી કર્મી બન્યા સાયબર ક્રાઇમનો ભોગ

પારડી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 માસ અગાઉ ક્રેડિટ કાર્ડ રદ કરવા અંગે ફોન આવ્યો હતો, ફોન પર માહિતી આપતા 1.96 લાખ ગુમાવ્યા

પારડી ગાયત્રી સોસાયટી વિપુલ પાર્ક ખાતે રહેતા માજી સરકારી કર્મચારી છગનભાઈ નારણભાઈ આહીરના મોબાઈલ પર બે માસ અગાઉ કોઈ હિન્દીભાષી અજાણ્યાનો ફોન આવ્યો હતો. છગનભાઈ એસબીઆઈની પારડી બ્રાન્ચનો ક્રેડિટ કાર્ડ ધરાવે છે તે બાબતે ફોન કરનારે પોતે SBI ક્રેડિટ સેન્ટર અમદાવાદથી આયુષ શુક્લા બોલ રહા હું તેમ જણાવી છગનભાઈએ તેમનું ક્રેડિટ કાર્ડ રદ કરવા માટે આપેલી અરજી સંદર્ભે કેટલીક માહિતીઓ માંગી હતી છગનભાઈએ નિર્દોષ ભાવે તેમની જન્મ તારીખ અને અન્ય માહિતી આપી દેતા ચીટર ભેજાબાજે તેમના નામના બે નવા ક્રેડિટ કાર્ડ બનાવી અલગ અલગ દિવસે ઓનલાઇન ચીજવસ્તુઓની ખરીદી કરી કુલ રૂપિયા1. 97.462ની છેતરપીંડી અને વિશ્વાસ ઘાત કર્યો હતો

આ બાબતે છગનભાઈએ પ્રથમ તો100 નંબર પર જાણ કરી હતી જે બાદ તેમણે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ આધારે સીપીઆઇ એસ. આર.ગામિતે તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો