ભાસ્કર વિશેષ / અયોધ્યા અંગે ચુકાદાના એક દિવસ પહેલાં પરાસરન ચેન્નાઇમાં આંખોની સારવાર માટે ગયા હતા, રાતે ખાસ ફ્લાઇટ દ્વારા સવારે દિલ્હી પહોંચી ગયા  

કે. પરાસરનની ફાઇલ તસવીર
કે. પરાસરનની ફાઇલ તસવીર

  • 92 વર્ષના વકીલ પરાસરન ટીમની સાથે આ સપ્તાહે રામલલ્લાનાં દર્શન માટે અયોધ્યા જશે

Divyabhaskar.com

Nov 20, 2019, 06:24 AM IST
પવનકુમાર, અમિતકુમાર નિરંજન, નવી દિલ્હી: અયોધ્યા મામલે રામલલ્લા વિરાજમાનનો પક્ષ કોર્ટમાં મજબૂતીથી રજૂ કરવામાં 92 વર્ષના વકીલ કે. પરાસરનનું મહત્વનું યોગદાન છે. ચુકાદાના એક દિવસ પહેલાં તેઓ દિલ્હીથી હજારો કિમીટરે ચેન્નાઇમાં આંખોની સારવાર માટે ગયા હતા. ચુકાદો આવવાની માહિતી મળતાં જ તેઓ રાત્રે 2.30 કલાકે ચેન્નાઇ એરપોર્ટ પહોંચ્યા અને સ્પેશિયલ ફ્લાઇટથી સવારે દિલ્હી પહોંચી ગયા.
સુપ્રીમકોર્ટ પહોંચી જાતે ચુકાદો સાંભળવાનું નક્કી કર્યું
પરાસરનની ટીમમાં સામેલ વકીલ શ્રીધર પોત્રાજુએ જણાવ્યું કે અયોધ્યા અંગે ચુકાદાની તારીખનો ખ્યાલ કોઇને પણ નહતો. પરાસરન આંખોની સારવાર માટે ચેન્નાઇ ગયા હતા. 8 નવેમ્બરની રાત્રે આશરે 8.45 કલાકે માહિતી મળી કે બીજા દિવસે ચુકાદો આવશે. તેમણે કહ્યું કે મેં પરાસરનને માહિતી આપી. તેમણે કહ્યું કે તેઓ ડોક્ટરની અપોઇન્ટમેન્ટ કેન્સલ કરીને દિલ્હી પાછા આવી રહ્યા છે પરંતુ ફ્લાઇટ ન મળી. અમે તેમને સલાહ આપી કે ચુકાદો સાંભળી તેમને અપડેટ કરી દઈશું પરંતુ તેમણે સુપ્રીમકોર્ટ પહોંચી જાતે ચુકાદો સાંભળવાનું નક્કી કર્યું. રાત્રે 2.30 કલાકે તેમણે ફોન કર્યો કે તેઓ પૌત્ર વિષ્ણુ પરાસરન સાથે ચેન્નાઇ એરપોર્ટ પહોંચી ગયા છે. ત્યાર બાદ તેમના માટે સ્પેશિયલ ફ્લાઇટની વ્યવસ્થા કરાઈ, જેણે 5 વાગે ઉડાન ભરી હતી. પરાસરન માટે ડ્રેસ અને નાસ્તો લઇ પોત્રાજુ સવારે 8.30 કલાકે દિલ્હી એરપોર્ટ પહોંચી ગયા હતા. પરાસરને માત્ર શર્ટ બદલ્યો. માર્ગમાં પોંગલનો નાસ્તો કર્યો અને 9.30 કલાકે કોર્ટમાં પહોંચી ગયા. ચુકાદા પછી તેમણે સ્મિત આપ્યું.
અયોધ્યા પર ફિલ્મ બનાવવા માગતા કેટલાક નિર્માતા અને ડાયરેક્ટરો પણ સંપર્કમાં
પોત્રાજુએ કહ્યું કે કોર્ટ કાર્યવાહી સાથે સંકળાયેલી 20 હજારથી વધુ હાર્ડ કોપી સ્કેન કરીને ડિજિટિલાઇઝ કરી છે. અયોધ્યા પર ફિલ્મ બનાવવા માગતા કેટલાક નિર્માતા અને ડાયરેક્ટરો પણ સંપર્કમાં છે. પરાસરન અને તેમની ટીમ આજ સપ્તાહે અયોધ્યામાં રામલલ્લાનાં દર્શન માટે જશે. સુનાવણી દરમિયાન તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ પરાસરનને બેસીને દલીલો રજૂ કરવાની છૂટ આપી હતી પરંતુ તેમણે કહ્યું હતું કે રામ માટે હું બારની પરંપરા મુજબ ઊભો રહીને જ દલીલો આપીશ. બેકઅપ ટીમ પણ તૈયાર હતી: પોત્રાજુએ જણાવ્યું કે ટીમ આ કેસને કામ નહીં, આરાધના તરીકે જોઇ રહી હતી. લોકોએ 16-16 કલાક કામ કર્યું. કામ પર અસર ન પડે તે માટે અમે બેકઅપ ટીમ પણ રાખી હતી.
ઇન્ટિરિયર ડિઝાઇનર પાસે અયોધ્યાનો રંગીન નકશો બનાવડાવ્યો હતો
પરાસરનની સાથે 150થી વધુ લોકોની ટીમ આ મુદ્દે કામ કરી રહી હતી. પોત્રાજુએ જણાવ્યું કે ફોટોકોપી અને નકશો તેમની ઓફિસમાં તૈયાર થયો હતો. તેમની પાસે રંગીન નકશો નહતો. તેથી પરિવારના મિત્ર અને ઇન્ટિરિયર ડિઝાઇનર આર્કિટેક્ટ મીતુ ગોયની મદદ લીધી. આ ભગવાન રામનું કામ ગણાવી તેમણે ફી લેવાથી પણ ઇનકાર કરી દીધો હતો.
X
કે. પરાસરનની ફાઇલ તસવીરકે. પરાસરનની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી