તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઉપવાસની વાત:નવરાત્રિના નવ ઉપવાસમાં ઇમ્યુનિટી વધારતાં પંચતત્ત્વ, સરળતાથી ઉપલબ્ધ આ ઉપાયો કોઈ વેક્સિનથી કમ નથી!

અમદાવાદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક

બેલેન્સ્ડ ડાયટ, પૂરતી કસરત અને 7 થી 8 કલાકની ઊંઘ કોઈ પણ હેલ્ધી વ્યક્તિ માટે જરૂરી છે જેનાથી પૂરતી એનર્જી જળવાઈ રહે છે અને હેલ્ધી રહી શકાય છે. વાઇરસ સામે લડવા માટે વધુ ઈમ્યૂનિટી બુસ્ટરની જરૂર પડી છે વળી ધાર્મિક રીતે પણ આ વર્ષે વધુને વધુ લોકો ઉપવાસ કરી રહ્યા છે ત્યારે જાણીએ ઉપવાસમાં ઇમ્યુનિટી વધારવાના ઉપાય.

તુલસી

 • વર્ષોથી આપણા દેશમાં તુલસીની પૂજા કરવામાં આવે છે. તુલસીનો રેગ્યુલર ઉપયોગ કરી શકાય …છે. સવારે નરણા કોઠે 2 ગ્લાસ પાણી સાથે 5-7 પત્તા તુલસી લેવી. તુલસીની ચા પણ બનાવી શકાય છે. રેગ્યુલર તુલસીનો ઉપયોગ કરવાથી સ્ટ્રેસ અને એન્ઝાયટીથી દૂર રહેવાય છે. ડિપ્રેશનના પેશન્ટ માટે પણ તુલસી ખુબ ઉપયોગી છે.
 • તુલસીનું રેગ્યુલર સેવન કરવાથી હાર્ટના રોગોથી દૂર રહેવાય છે. તે એન્ટી ઈમફ્લેમેટરી છે. તે એની ઓક્સીડેન્ટથી ભરપૂર છે.
 • પેટના રોગોથી દૂર રાખે છે તે લેવાથી ૧૦ દિવસમાં એસીડીટીમાં રાહત થાય છે.
 • કેન્સર સામે પ્રોટેક્શન આપે છે.
 • નાનાં નાનાં ઇન્ફેક્શનથી દૂર રાખે છે. અમુક રોગોમાં તે પેનેસીલીનનું કામ કરે છે.
 • તુલસીનો મોટામાં મોટો ગુણ અત્યારના સમયે છે તે વાયરસને દૂર કરે છે. ખાસ કરીને ફલૂ, HIV વાઈરસ, ચિકન પોક્સ સામે લડવામાં મદદરૂપ થાય છે.
 • રોજબરોજ થતા સાંધાના દુખાવા, મસલ પેઈન, નર્વ પેઈનને દૂર કરે છે.

આમળાં { અત્યારે આમળાની સીઝન આવી ગઈ છે. ઉપવાસ દરમિયાન દરરોજ સવારે નરણાં કોઠે પાણી સાથે 2 થી 3 આમળાનું સેવન કરી લેવું. તે ન્યુટ્રિશનથી ભરેલા છે. શરીર માટે ખૂબ ગુણકારી છે. { આમળાંથી ઇમ્યુનિટિ વધે છે અને તે મેટાબોલિઝમ પણ વધારે છે. તે વિટામીન ‘સી’થી ભરપૂર છે. { તેના રેગ્યુલર સેવનથી ઇન્ફેક્શન ઓછું થાય છે છે છાતીમાં થતું કન્જેશન ઓછું થાય છે. આમળાંનાં રેગ્યુલર સેવનથી વાઇરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન ઓછું થાય છે. { આમળાં રેગ્યુલરલી લેવાથી કબજિયાતનો પ્રોબ્લેમ દૂર થાય છે તેમાં આવેલા ફાઇબર્સથી રેગ્યુલરલી ઇન્ફેક્શન દૂર થાય છે. ખાસ કરીને ઉપવાસ દરમ્યાન કબજિયાતનો પ્રોબ્લેમ વધી શકે છે ત્યારે આમળાં રેગ્યુલરલી વાપરવા. { આમળાંથી વજન ઊતારવામાં મદદ મળી શકે છે. { આમળાંમાં આવેલું વિટામિન ‘સી’ લોહીને શુદ્ધ કરે છે અને બ્લડ વેસલને સ્ટ્રોંગ કરી, હિમોગ્લોબિનમાં વધારો કરે છે.

લીંબુ

 • લીંબુ પણ વિટામિન ‘સી’ થી ભરપૂર છે. દરરોજ સવારે પાણીમાં 1-2 લીંબુ નાંખીને વાપરો.તેનાથી હાઈડ્રેશન ઇમ્પ્રૂવ થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.
 • આ વર્ષે દરરોજ ઉપરની દરેક વસ્તુને રોજના ખોરાકમાં ઉમેરી દો.
 • લીંબુ નાખેલું પાણી આખો દિવસ પણ પી શકાય છે. દિવસ દરમિયાન પાણીમાં લીંબુ નાખી રાખવાથી તેની એન્ટિ ઓક્સિડેન્ટ, એન્ટિ વાઇરલ, એન્ટિ બેક્ટેરિયલ પ્રોપર્ટીનો ફાયદો લઇ શકાય છે.
 • લીંબુથી શરીરમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન દૂર થાય છે.
 • ઉપવાસને કારણે ઊલટી ઉબકા થાય તો તેનાથી દૂર રાખે છે.
 • વારંવાર દુખતા ગળાને રાહત આપે છે.
 • છાતીમાં કફનો ભરાવો દૂર કરે છે.
 • પેશાબમાં થતી બળતરાને દૂર કરે છે.
 • ખોરાકમાં લીંબુ લેવાથી નમક ઓછું વાપરી શકાય છે.
 • અત્યારના સમયે ઉપવાસ દરમિયાન સવારે તો લીંબુ અવશ્ય લેવું જ ઉપરાંત દિવસ દરમ્યાન પણ પાણીમાં લીંબુ નાંખીને (ખાંડ અને મીઠા વગર) લેવાથી ફાયદો થાય છે.

આમળાં, હળદર આદું લેવાની સહેલી રીત:

 • 500 ગ્રામ આમળાં
 • 250 ગ્રામ આદું
 • 250 ગ્રામ તાજી લીલી હળદર, તાજી આંબા હળદર (મિક્સ)
 • આમળાંને ધોઈ કુકરમાં તપેલીમાં 1 સીટી મારી પાણી વગર બાફી લો.
 • સૉફ્ટ થયેલા આમળાંમાંથી ઠળિયાં તરત જ નીકળી જશે.
 • તેને ક્રશ કરી પલ્પ તૈયાર કરી આદંુ, હળદર અને આંબા હળદર સારા ધોઈ અને તેનો રસ કાઢી લો (કાચા જ)
 • આમળાંમાં આ રસ ગાળીને ભેળવી દો.
 • આ પલ્પ આખો જ ફ્રિઝમાં મૂકી રાખો.
 • દરરોજ સવારે આખા ઘરના

દરેક મેમ્બર માટે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચો આમળાં, આદું, હળદર નાંખીને વાપરો.

આદુ અને લીલી હળદર

 • આદું પણ અત્યારે વાઇરસ સામે ફાઇટ આપવા ખુબ ઉપયોગી છે આદું રેગ્યુલરલી વાપરવાથી તેમાં આવેલા એન્ટિઓક્સિડન્ટ વારંવાર થતા શરદી-ખાંસીને દૂર રાખી વ્યક્તિને હેલ્થી રાખે છે. નરણા કોઠે આદુને ક્રશ કરી લીંબુ નાંખીને વાપરવાથી વાઇરસના એટેકને રોકી શકાય છે અથવા તેનો એટેક માઈલ્ડ કરી શકાય છે. આદું એન્ટિઇમ્ફ્લેમેટરી છે. સાંધાના દુઃખાવા અને આર્થરાઇટિસના પેશન્ટ માટે ખૂબ ઉપયોગી છે. ડાઈજેશનમાં પણ મદદરૂપ થાય છે.
 • લીલી હળદર આંબા હળદરમાં આવેલા બાયો એક્ટિવ કોમ્પોનેન્ટ્સ અને કરક્યુમીન શરીરને દરેક રીતે મદદરૂપ થાય છે. વ્યક્તિના મગજને પણ સારી રીતે ચાલવામાં મદદરૂપ થાય છે. ડાઈજેશનને પણ ઈમ્પ્રૂવ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો