તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ન્યૂ લોન્ચ:2 નવાં LED ટીવી સાથે પેનાસોનિકે સ્માર્ટ ટીવી લાઈનઅપમાં 14 નવાં ટીવી મોડેલ ઉમેર્યાં, જાણો કયા વેરિઅન્ટની કેટલી કિંમત અને તેનાં સ્પેસિફિકેશન શું છે

8 દિવસ પહેલા
  • H2 સિરીઝ સ્માર્ટ ટીવી લાઈનઅપ નથી, પરંતુ HS સિરીઝ એન્ડ્રોઈડ ટીવી પ્લેટફોર્મ પર બેઝ્ડ છે
  • HX સિરીઝમાં HX450, HX625, HX635 અને HX700 સામેલ છે

પેનાસોનિકે ભારતમાં 4K એન્ડ્રોઈડ ટીવીમાં તેની નવી HX સિરીઝ લોન્ચ કરી છે. આ સિરીઝમાં HX450, HX625, HX635 અને HX700 વેરિઅન્ટ લોન્ચ થયાં છે. નવી સિરીઝમાં 43 ઈંચથી 65 ઈંચની સ્ક્રીન સાઈઝમાં ટીવી લોન્ચ થયાં છે. પેનાસોનિક HX700નાં 43, 55 અને 65 ઈંચ વેરિઅન્ટ લોન્ચ થયાં છે. HX635નાં 43 અને 55 ઈંચ વેરિઅન્ટ લોન્ચ થયાં છે. HX625નું સિંગલ 43 ઈંચ વેરિઅન્ચ લોન્ચ થયું છે. HX450નાં 45 અને 58 ઈંચ વેરિઅન્ટ લોન્ચ થયાં છે. આ સિવાય H2 સિરીઝ અને HX સિરીઝમાં 8 મોડેલ પણ લોન્ચ થયાં છે. H2 સિરીઝ એક સ્માર્ટટીવી લાઈન અપ નથી, પરંતુ HS સિરીઝ એન્ડ્રોઈડ ટીવી પ્લેટફોર્મ પર કામ કરે છે.

​​​​​​​

પેનાસોનિક HX/HS/H2 સિરીઝની કિંમત

  • પેનાસોનિક HX625, HX635 અને HX700 વેરિઅન્ટની પ્રારંભિક કિંમત 42,990 રૂપિયા છે. 43 ઈંચનાં વેરિઅન્ટની કિંમત 42,990 રૂપિયા છે. પેનાસોનિક HX450નાં 50 ઈંચ વેરિઅન્ટની કિંમત 39,999 રૂપિયા (ફ્લિપકાર્ટ) અને 58 ઈંચ વેરિઅન્ટની કિંમત 49,999 રૂપિયા છે.
  • કંપનીએ હાલ H2 અને HS સિરીઝના ટીવીની કિંમતો જાહેર કરી નથી. HS450 અને HX450 સિવાય તમામ મોડેલ બ્રાન્ડ આઉટલેટ, રિટેલ સ્ટોર અને ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાણ માટે ઉપલબ્ધ છે.

પેનેસોનિક HX/HS/H2 સિરીઝનાં સ્પેસિફિકેશન

  • પેનાસોનિક HX સિરીઝમાં HX450 (50 ઈંચ અને 58 ઈંચ), HX625 (43-ઈંચ), HX635 (43 ઈંચ અને 55 ઈંચ) અને HX700 (43 ઈંચ, 55 ઈંચ અને 65 ઈંચ) સામેલ છે.
  • HX700 એક બેઝલલેસ ડિઝાઈન, ડોલ્બી વિઝન અને એક્યુવ્યૂ ડિસ્પ્લે ફીચર સાથે ટોપ ટિયર 4K ટીવી મોડેલ છે. કંપનીનો દાવો છે કે તેમાં વાઈડ એંગલ વ્યૂ સાથે વધારે સિનેમેટિક એક્સપિરિઅન્સ મળે છે. તે એન્ડ્રોઈડ પર કામ કરે છે. તેમાં બિલ્ટ ઈન ગૂગલ અસિસ્ટન્ટ સપોર્ટ મળે છે.
  • પેનાસોનિક HX450માં 20 વોટ સ્પીકર સાથે 4K 60Hz ડિસ્પ્લે મળે છે. તે એન્ડ્રોઈડ ટીવી 6 OS પર કામ કરે છે. તેમાં ગૂગલ અસિસ્ટન્ટ, ડોલ્બી વિઝન, મલ્ટિ HDR, એડોપ્ટિવ બેકલાઈટ ડિમિંગ સહિત અનેક એડવાન્સ ફીચર મળે છે. કનેક્ટિવિટી માટે તેમાં 3 HDMI પોર્ટ, 2 USB પોર્ટ, બ્લુટૂથ અને બિલ્ટ ઈન ક્રોમકાસ્ટ પણ મળે છે.
  • H2 સિરીઝમાં 24 ઈંચ H200 અને 32 ઈંચ H201 મોડેલ સામેલ છે. તેમાં એક્યુવ્યૂ ડિસ્પ્લે સાથે 16 વોટનું સ્પીકર મળે છે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો