દાવો / બાલાકોટ એરસ્ટ્રાઇક પર ઇટાલિયન પત્રકારનો ખુલાસો - 170 આતંકીઓના મોત, 45 હજુ સારવાર હેઠળ

Pakistan's Balakot Airstrike Italian journalist report

  • STRINGERASIA.ITમાં આ ઘટનાનું વિવરણ છાપીને દેશ-દુનિયાના લોકોને આશ્ચર્યમાં મુકી દીધા છે

divyabhaskar.com

May 08, 2019, 06:13 PM IST

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાના હુમલાને લઇને ઇટલીના એક પત્રકારે મોટો ખુલાસો કર્યો છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ફિદાયીન હુમલા બાદ ભારતે બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળો આ એરસ્ટ્રાઇક સામે સવાલો ઉઠાવતા રહ્યા. આ દરમિયાન ઇટલી પત્રકાર ફ્રેસેસા મેરિનોએ STRINGERASIA.ITમાં આ ઘટનાનું વિવરણ છાપીને દેશ-દુનિયાના લોકોને આશ્ચર્યમાં મુકી દીધા છે. મેરિનોએ લખ્યું કે, ભારતીય વાયુસેનાએ વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે હુમલો કર્યો. મારી જાણકારી અનુસાર, શિંકયારી આર્મી કેમ્પથી સેનાની એક ટૂકડી ઘટનાસ્થળે પહોંચી.

પાકની તમામ કોશિશ નિષ્ફળ
એક વેબસાઇટ સ્ટ્રિંગર એશિયા પર પ્રકાશિત લેખમાં ઇટાલિયન જર્નાલિસ્ટ ફ્રેસેસા મરિનોએ કહ્યું કે, આ હુમલામાં ઘાયલ થયેલા 45 આતંકીઓનો હજુ ઇલાજ ચાલી રહ્યો છે. મરિનોના લેખ અનુસાર, પાકિસ્તાને ભારતીય વાયુસેનાની કાર્યવાહીને છૂપાવવાના ઘણાં પ્રયત્નો કર્યા. તેમ છતાં અહીંના સૂત્રોએ જણાવ્યું કે, 26 ફેબ્રુઆરીના રોજ જૈશના આતંકી કેમ્પમાં શું થયું હતું. એરસ્ટ્રાઇકની જાણકારી ભલે ટૂકડાંમાં પરંતુ હવે સામે આવી રહી છે. તેમાં કડીઓ જોડવામાં મદદ મળી રહી છે.


6 વાગ્યે પાકિસ્તાની સેના પહોંચી
મરિનોએ લખ્યું, એ બધા જ લોકો જાણે છે કે, ભારતીય વાયુસેનાએ હુમલો રાત્રે 3.30 વાગ્યે કર્યો. પાકિસ્તાની સેનાના સૌથી નજીકના કેમ્પ શિનકારીથી એક દળ સવારે 6 વાગ્યે અહીં પહોંચ્યુ. શિનકારી બાલાકોટથી 20 કિમી દૂર છે. શિનકારી જ પાકિસ્તાન આર્મીના જૂનિયર લીડર્સના બેઝ કેમ્પમાં છે. યૂનિટે અહીં પહોંચીને ઘાયલોને હરકત-ઉલ-મુજાહિદ્દીનના કેમ્પમાં પહોંચ્યુ. અહીં પાકિસ્તાની આર્મીના ડોક્ટરોએ તેઓનો ઇલાજ શરૂ કર્યો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, અહીં હજુ પણ 45 આતંકીઓનો ઇલાજ ચાલી રહ્યો છે. 20ના સારવાર દરમિયાન મોત થયા.


ઘાયલ આતંકી સૈન્યની દેખરેખ હેઠળ
મેરિનોએ આગળ લખ્યું, જે આતંકીઓનો ઇલાજ ચાલી રહ્યો છે, તે તમામ સૈન્યની દેખરેખ હેઠળ છે. અનેક અઠવાડિયાની રાહ અને જાણકારી એકઠી કર્યા બાદ હવે એ દાવો કરવો બિલકુલ સુરક્ષિત ગણાશે કે, હુમલાના સમયે જ અંદાજિત 130થી 170 જૈશ આતંકીના મોત થયા છે. જેમાં 11 પ્રશિક્ષક અને બે અફઘાની ટ્રેનર હતા.

માર્યા ગયેલા આતંકીઓને વળતર
મરિનોએ દાવો કર્યો છે કે, હુમલા બાદ જૈશના આતંકી પોતાના એવા સાથીઓના ઘરે પહોંચ્યા જે આ હુમલામાં માર્યા ગયા હતા. તેમના પરિવારોને વળતર તરીકે અમુક રકમ આપવામાં આવી. બાલાકોટ કેમ્પના નીચલા હિસ્સામાં બ્લૂ પાઇન હોટલ છે. તેની નજીક એક નવું સાઇન બોર્ડ લગાવવામાં આવ્યું છે. જેમાં તાલીમ-ઉલ-કુરાન એવું લખ્યું છે. પહેલાં અહીં જૈશનું સાઇન બોર્ડ હતું. કેમ્પ પર હજુ પણ સૈન્યનો જ કબજો છે. કેપ્ટન રેન્કના એક અધિકારી અહીં એડમિનિસ્ટ્રેશન સંભાળી રહ્યા છે.


પોલીસને પણ જવાની મંજૂરી નથી
આ લેખ અનુસાર, સ્થાનિક નાગરિક જ નહીં અહીં પોલીસના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ છે. જૂના લોકોમાંથી અહીં કેટલાંક બાળકો અને 4 અધ્યાપકો જ બચ્યા છે. લોકોમાં ચર્ચા છે કે, હુમલા બાદ કેમ્પમાંથી કાટમાળ કાઢીને તેને કુન્હાર નદીમાં ફેંકવામાં આવ્યો છે. જૈશના લોકો દાવો કરી રહ્યા છે કે, આ હુમલાનો બદલો ચોક્કસથી લઇશું.

X
Pakistan's Balakot Airstrike Italian journalist report
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી