પીછેહઠ / પાકિસ્તાને કચ્છ સરહદે તહેનાત 111 બટાલિયનો પાછી બોલાવી

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • 370ની કલમ હટાવાયા બાદ રઘવાયા બનેલા પાકને નમતું જોખવું પડ્યું 
  • સરકાર સામે વિરોધનો સૂર ઊઠતાં આર્મીને વિરોધગ્રસ્ત વિસ્તારમાં મૂકવી પડી 

Divyabhaskar.com

Nov 05, 2019, 09:41 AM IST

નારાયણસરોવર: જમ્મુ કાશ્મીરમાંથી ભારત સરકારે 370ની કલમ નાબુદ કર્યા પછી રઘવાયા બનેલા પાકિસ્તાને કચ્છ સરહદની સામેપાર આર્મીની અતી મહત્વની મનાતી 111 બટાલિયનને તૈનાત કરી દીધી હતી. જોકે હવે પાકિસ્તાન સરકાર સામે વ્યાપક વિરોધનો સુર ઉઠતાં પાકિસ્તાનને પીછેહઠ કરવી પડી હોય તેમ કચ્છની સામેપાર તૈનાત કરાયેલ આ બટાલિયનને ઇસ્લામાબાદ પરત મોકલવાની ફરજ પડી છે.
સિંધ બલુચીસ્તાન સહિતના વિસ્તારમાં વિરોધનો વ્યાપક સુર ઉઠ્યો
વિશ્વસનીય સુત્રોમાંથી જાણવા મળેલી વિગત અનુસાર કચ્છની સામેપાર પાકિસ્તાને અત્યાધુનીક સુવિધા ઉભી કરવા સાથે પોતાની અતી મહત્વની મનાતી 111 બટાલિયનને પણ કચ્છની દરિયાઇ સીમા સામે તૈનાત કરી દેતાં ભારતિય સુરક્ષા એજન્સીઓ પણ આ પગલાંને લઇ ભારે સતર્ક બની ગઇ હતી. જોકે પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકાર સામે સિંધ બલુચીસ્તાન સહિતના વિસ્તારમાં વિરોધનો વ્યાપક સુર ઉઠ્યો છે. અને સરકાર સામે આઝાદી માર્ચ પણ યોજવામાં આવી છે. જેની આગેવાની મૌલાના ફઝુલ ઉર રહમાન સહિતના નેતાઓએે લીધી છે. સ્થિતીની ગંભીરતાને પારખી પાક સરકારે આર્મીની 111 બટાલિયનને કચ્છ સરહદની સામેપારથી ખસેડી લઇ ઇસ્લામાબાદ બોલાવી લીધી છે.
આ પગલું ભરી પાકિસ્તાનને નમતું જોખવું પડ્યું
સુત્રોની વાત માનીએ તો કચ્છની સામેપારથી આર્મીને ખસેડવી કે નહિ તે બાબત પર લંબાણ પૂવર્કની ચર્ચા કર્યા બાદ પરત બોલાવી લેવાનો નિર્ણય કર્યો હતો. સુરક્ષા ક્ષેત્રના જાણકારોનું માનીએ તો ભલે પાકિસ્તાન પોતાની આંતરીક સુરક્ષા જાળવવા માટે આર્મીને પરત બોલાવી લીધાનો દાવો કરે છે પણ ક્યાંકને ક્યાંક આ પગલું ભરી પાકિસ્તાનને નમતું જોખવું પડ્યું છે તેમ કહેવું વધુ પડતું નથી.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી