અસર / પાકિસ્તાને વૈશ્વિક આતંકી જાહેર કર્યા બાદ મસૂદની સંપત્તિ જપ્ત કરી, યાત્રા પર પ્રતિબંધ

Pakistan issues order to freeze assets of Masood Azhar
X
Pakistan issues order to freeze assets of Masood Azhar

  • પાક સરકારે અઝહર પર હથિયારોના વેચાણ-ખરીદી ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો 
  • મસૂદને 1 મેના યુનાઇટેડ નેશન્સે વૈશ્વિક આતંકી જાહેર કર્યો હતો 

divyabhaskar.com

May 03, 2019, 12:05 PM IST

ઇસ્લામાબાદઃ પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદ ચીફ મસૂદ અઝહરની સંપત્તિ જપ્ત કરી લીધી છે. સાથે જ તેના વિદેશ આવવા-જવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. મસૂદને 1 મેના રોજ યુએનએ વૈશ્વિક આતંકી જાહેર કરી દીધો હતો. ભારત આ માટે 10 વર્ષથી પ્રયત્નો કરી રહ્યું છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલય તરફથી ગુરૂવારે જાહેર નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું કે, સરકારે આદેશ પસાર કર્યો છે કે, અઝહર વિરૂદ્ધ રિઝોલ્યૂશન 2368 (2017) સંપુર્ણ રીતે લાગુ કરવામાં આવશે. ઓફિસરોને નિર્દેશ આપવામાં આવ્યા કે, મસૂદ વિરૂદ્ધ લગાવેલા પ્રતિબંધોને સંપુર્ણ રીતે અમલમાં લાવવામાં આવશે. અઝહર પર હથિયારોના વેચાણ-ખરીદી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 

2009માં પહેલીવાર અને 2016માં બીજીવાર પ્રસ્તાવ

1. પરિસ્થિતિઓ તમારાં અનુકૂળ હોઇ શકે છે

યુએનમાં ભારતીય એમ્બેસેડર સૈયદ અકબરુદ્દીને ગુરૂવારે જણાવ્યું કે, જૈશ ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના મામલે તેઓએ ધોની જેવી સ્ટાઇલ અપનાવી છે. અકબરુદ્દીને ન્યૂઝ એજન્સીને કહ્યું કે, હું એમએસ ધોનીની માફખ કામ કરવામાં વિશ્વાસ રાખું છું. ધોની માત્ર લક્ષ્યને ધ્યાનમાં રાખીને ધીરજ જાળવે છે. અકબરુદ્દીને કહ્યું, ધોની એવું માને છે કે, અંતમાં જ સહી, પરંતુ ચીજો તમારાં અનુકૂળ થઇ શકે છે. હું એ પણ માનું છું કે, કોઇએ પણ ઝડપથી આશા ના છોડવી જોઇએ. 

આ અગાઉ મીડિયા સાથે વાતચીત દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું, મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાનું એક કારણ પુલવામા આતંકી હુમલો પણ છે. જૈશે તેની જવાબદારી લીધી હતી. પ્રવક્તાએ એ પણ સ્પષ્ટ કર્યુ છે કે, આ મામલે ચીનનું વલણ બદલાવવા પાછળ કોઇ પ્રકારની સોદાબાજી અથવા તેની કોઇ શરત માનવી એવું નથી. 

3. પાકિસ્તાનની ડિપ્લોમેટિક હાર

રવિશે કહ્યું કે, જૈશ ચીફને વૈશ્વિક આતંકી જાહેર કરવો પાકિસ્તાનની ડિપ્લોમેટિક હાર છે. ભારતીય વિદેશ મંત્રાલયનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાન એવો દાવો કરી રહ્યું છે કે, તેણે તમામ રાજકીય તથ્યોનું અધ્યયન કર્યા બાદ પ્રસ્તાવને સ્વીકાર્યો છે. રવિશે કહ્યું, યુએનની કમિટી નંબર 1267ની સામે અમે આ આતંકી સાથે જોડાયેલા તમામ પુરવારાઓ સામે રાખ્યા અને અન્ય દેશોને પણ બતાવ્યા. જેમાં પુલવામા હુમલો પણ સામેલ હતો. 1267 કમિટી આતંકવાદીઓ અને તેમના સંગઠનો પર પ્રતિબંધ સાથે જોડાયેલા વૈશ્વિક મામલાઓનું મોનિટરિંગ કરે છે. 

4. મસૂદ ભારતમાં અનેક હુમલાનો જવાબદાર

પહેલીવાર મનમોહન સરકારે મુંબઇ હુમલા બાદ 2009માં અઝહર મસૂદ વિરૂદ્ધ યુએનમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બીજીવાર, 2016માં પઠાણકોટ એરબેઝ પર હુમલા બાદ મોદી સરકારે આ પ્રસ્તાવને ફરીથી રજૂ કર્યો. ત્રીજીવાર 2017માં ઉરીમાં સેનાના કેમ્પમાં હુમલા બાદ આ પ્રસ્તાવ રજૂ કર્યો, જ્યારે ચોથીવાર પુલવામા હુમલા બાદ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. મસૂદે 25 વર્ષમાં ભારતમાં 20થી વધુ મોટાં આતંકી હુમલા કર્યા. 

મસૂદ અઝહર ભારતમાં અનેક આતંકી હુમલાઓના કાવતરાં ઘડવાની સાથે તેને અંજામ પણ આપી ચૂક્યો છે. આ વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલો થયો હતો. જેની જવાબદારી પણ મસૂદના સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. મસૂદ 2001માં સંસદ પર થયેલા હુમલાનો આરોપી છે. આ દરમિયાન 9 સુરક્ષાકર્મીઓના મોત થયા હતા, આ ઉપરાંત જાન્યુઆરી 2016માં જૈશના આતંકીઓએ પંજાબના પઠાણકોટ એરબેઝ અને આ જ વર્ષે સપ્ટેમ્બરમાં ઉરીમાં સેનાના હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો.  

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી