• Home
  • National
  • Pakistan calls Ayodhya verdict motivated by bigotry, India responds mental illness to comment on internal issues

અયોધ્યા / પાકિસ્તાને અયોધ્યા અંગેના ચુકાદાને કટ્ટરપંથથી પ્રેરિત ગણાવ્યો, ભારતનો જવાબ- આંતરિક મુદ્દાઓ પર ટિપ્પણી કરવાની માનસિક બિમારી

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશી અને ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમાર
પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશી અને ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમાર

  • વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું- સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પાકિસ્તાનની પ્રતિક્રિયા અયોગ્ય
  • તેમણે કહ્યું- ચુકાદો કાયદાના નિયમ તથા તમામ ધર્મો પ્રત્યે સમાન આદરભાવને દર્શાવે છે, પાકિસ્તાનમાં આવો કોઈ જ માહોલ નથી
  • પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમુદ કુરેશીએ કહ્યું- કરતારપુર કોરિડોરનું ઉદઘાટન સાથે ભારતમાં અસંવેદનશીલતા દેખાડી હતી.

Divyabhaskar.com

Nov 10, 2019, 03:08 PM IST

નવી દિલ્હીઃ અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને લઈ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ટીપ્પણીને અંગે ભારતે વાંધો ઉઠાવ્યો છે. શનિવારે પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમુદ કુરૈશીએ કહ્યું હતું કે આ ચુકાદો મોદી સરકારની કટ્ટર હિન્દુ વિચારધારાને દર્શાવે છે. એકબાજુ કરતારપુર કોરિડોરનું ઉદઘાટન થયું અને આ ખુશીના પ્રસંગ પર ભારતમાં અસંવેદનશીલતા જોવા મળી છે. આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાન હંમેશા અમારી આંતરિક બાબતોને લઈ ટિપ્પણી કરવાની માનસિક બિમારી ધરાવે છે. તેનો ઉદ્દેશ ફક્ત નફરત ફેલાવવાનો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે અમે ભારતની આંતરિક અને નાગરિક બાબતોને લઈ સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે પાકિસ્તાનની ટિપ્પણીને સંપૂર્ણપણે નકારી કાઢી છીએ. પાકિસ્તાનની આ ટિપ્પણી અનુચિત અને બિનજરૂરી છે. ભારતની સુપ્રીમ કોર્ટનો ચુકાદો બંધારણ તેમ જ સૌ ધર્મો પ્રત્યે સમાન આદરભાવને દર્શાવે છે, તે ભારતના તમામ ધર્મો પ્રત્યેના સમાન દ્રષ્ટિકોણને દર્શાવે છે. પાકિસ્તાન તેની સમજણ અને ક્ષમતા પ્રમાણે આ ટિપ્પણી કરી રહ્યું છે, જેમાં કોઈ આશ્ચર્યજનક બાબત નથી, કારણ કે નફરત ફેલાવવાની અને અમારી આંતરિક બાબતોને લઈ ટિપ્પણીઓ કરવાની તેની માસિક બિમારી રહી છે.

સુપ્રીમ કોર્ટે 134 વર્ષ જૂના કેસ અંગે ચુકાદો આપ્યો

આ અગાઉ સુપ્રીમ કોર્ટે શનિવારે 134 વર્ષ જૂના અયોધ્યા જમીન વિવાદ પર ચુકાદો આપ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની આગેવાનીવાળી પાંચ સભ્યોની ખંડપિઠે અયોધ્યાની 2.77 એકર વિવાદિત જમીન પર રામ મંદિત બનાવવા માટે આદેશ આપ્યો. ખંડપિઠે મસ્જિદ નિર્માણ માટે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં 5 એકર વૈકલ્પિક જમીન આપવા પણ આદેશ કર્યો છે. 6 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી આ કેસ પર 40 દિવસ સુનવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

X
પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશી અને ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારપાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશી અને ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમાર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી