• Home
  • Business
  • 1 percent of the country's wealth is more than four times the wealth of 70 percent of the population, 63 billionaires have more than a year's budget

ઓક્સફેમ / દેશના 1 ટકા અમીરોની સંપતિ 70 ટકા વસ્તીની સંપત્તિથી 4 ગણી વધારે, 63 અબજપતિઓની પાસે એક વર્ષના બજેટથી પણ વધુ સંપતિ

1 percent of the country's wealth is more than four times the wealth of 70 percent of the population, 63 billionaires have more than a year's budget
1 percent of the country's wealth is more than four times the wealth of 70 percent of the population, 63 billionaires have more than a year's budget

  • વિશ્વના 2153 અબજપતિઓની સંપતિ 4.6 અબજ લોકો એટલે કે વિશ્વની 60 ટકા વસ્તીની સંપતિથી પણ વધુ
  • ગ્લોબલ સમિટ વર્લ્ડ ઈકોનોમિક ફોરમની શરૂઆત પહેલા ઓક્સફેમે ટાઈમ ટૂ કેર રિપોર્ટ જાહેર કર્યો

Divyabhaskar.com

Jan 20, 2020, 09:19 PM IST

નવી દિલ્હીઃ દેશના 1 ટકા અમીરોની સંપતિ 95.3 કરોડ લોકો એટલે કે 70 ટકા વસ્તીની કુલ સંપતિથી પણ ચાર ગણી વધુ છે. દેશના 63 અબજપતિઓની સંપતિ દેશના એક વર્ષના બજેટથી પણ વધુ છે. 2018-19માં દેશનું બજેટ 24 લાખ 42 હજાર 200 કરોડ રૂપિયા હતુું. વિશ્વમાંથી ગરીબી ખત્મ કરવા માટે કામ કરનારી સંસ્થા ઓક્સફેમે સોમવારે બહાર પાડેલા રિપોર્ટ ટાઈમ ટૂ કેરમાં આ આંકડાઓ પ્રકાશમાં આવ્યા છે.

ટોપ CEOની 10 મિનિટની કમાણી, ઘરેલુ કામ કરનાર મહિલાઓની એક વર્ષની કમાણી જેટલી

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘરનું કામ કરનાર મહિલાને ટેક કંપનીના ટોપ CEOના એક વર્ષના વેતન બરાબર કમાવવામાં 22,277 વર્ષ લાગી જશે. ટેક કંપનીના સીઈઓ પ્રતિ સેકન્ડ 106 રૂપિયાના હિસાબથી 10 મિનિટમાં એટલુ કમાઈ લેશે, જેટલું ઘરેલું કામ કરના મહિલા એક વર્ષમાં કમાય છે. મહિલાઓ અને છોકરીઓ પ્રત્યેક દિવસે 3.26 અબજ કલાક પેમેન્ટ વગર કામ કરે છે. તે દેશની ઈકોનોમિમાં 19 લાખ કરોડ રૂપિયાના યોગદાનને બરાબર છે. આ રકમ 2019માં દેશના શિક્ષા બજેટ(93 હજાર કરોડ રૂપિયા)થી 20 ગણી વધારે છે.

હાલની વ્યવસ્થાઓમાં મહિલાઓ, છોકરીઓને સૌથી ઓછો ફાયદો

ઓક્સફેમ ઈન્ડિયાના સીઈઓ અમિતાભ બેહરનું કહેવું છે કે હાલની આર્થિક વ્યવસ્થામાં મહિલાઓ અને છોકરીઓને સૌથી ઓછો ફાયદો મળે છે. તે જમવાનું બનાવવા, સાફ-સફાઈ અને ઘરડાઓની સંભાળ માટે ઘણા કલાકો બગાડે છે. તેમનું આ પેમેન્ટ વગરનું યોગદાન આપણી અર્થવ્યવસ્થા, કારોબાર અને સમાજની ગાડીનું છુપું એન્જિન છે. અસમાનતા ખત્મ કરવાની નીતિઓ વગર અમીરો અને ગરીબો વચ્ચેનો ભેદ દૂર ન કરી શકાય. જોકે કેટલાક દેશ આ માટે પ્રતિબદ્ધ છે.

છેલ્લા 10 વર્ષમાં વિશ્વમાં અબજપતિઓની સંખ્યા બેગણી થઈ

ઓક્સફેમના રિપોર્ટ મુજબ વિશ્વના 2,153 અબજપતિઓની સંપતિ 4.6 અબજ એટલે કે વિશ્વની 60 ટકા વસ્તીની કુલ સંપતિથી પણ વધુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખૂબ જ વધુ વૈશ્વિક અસમાનતાની સ્થિતિ ચોંકાવનારી છે. છેલ્લા 10 વર્ષમાં અબજપતિઓની સંખ્યા બે ગણી થઈ ચૂકી છે, જોકે ગત વર્ષે તેમની કુલ નેટવર્થમાં ઘટાડો આવ્યો છે.

વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં નાણાકીય અસમાનતા પર ચર્ચા થાય તેવી શકયતા

ઓક્સફેમે ટાઈમ ટૂ કેર રિપોર્ટ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ(WEF) શરૂ થતા પહેલા બહાર પાડ્યો છે. પાંચ દિવસની ગ્લોબલ સમિટિ WEF મંગળવારથી દાવોસમાં શરૂ થશે. તેમાં વિશ્વના 119 અબજપતિઓ સામેલ થશે. સાથે જ રાજકીય અને અન્ય ક્ષેત્રોના મહાનુભવો પણ હાજર રહેશે. સમિટિમાં સતત અને મળીને ચાલનાર વિશ્વ પર ચર્ચા થશે. આ દરમિયાન આવક અને લૈંગિક અસમાનતા પર પણ વાતચીત થવાની શકયતા છે. WEFના ગ્લોબલ રિસ્ક રિપોર્ટમાં પણ એ ચેતવણી આપવામાં આવી છે કે 2019માં નાણાકીય અસમાનતા ચાલુ રહેવા અને મેક્રોઈકોનોમિક જોખમોના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર દબાણ વધશે.

X
1 percent of the country's wealth is more than four times the wealth of 70 percent of the population, 63 billionaires have more than a year's budget
1 percent of the country's wealth is more than four times the wealth of 70 percent of the population, 63 billionaires have more than a year's budget

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી