કચ્છ / રણોત્સવમાં પ્રથમવાર હવે હેલિકોપ્ટરથી વિહંગાવલોકન

Divyabhaskar.com

Feb 19, 2020, 02:45 PM IST
ભુજઃ ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓ મહત્વની ટુરિઝમ સાઈટ પર વિહંગાવલોકન કરી એક સાહસભર્યો અનુભવ મેળવી શકે તે માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી બાદ કચ્છના સફેદરણમાં મંગળવારથી હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવામાં આવી હતી. રણોત્સવ ટેન્ટસિટીના મેનેજર અમિત ગુપ્તાના જણાવ્યાનુસાર દેશ વિદેશીના પ્રવાસીઓ કચ્છના રણમા પ્રથમવાર આ પ્રકારની મજા માણી શકશે.રણોત્સવ દરમ્યાન પ્રવાસીઓ વ્યક્તિ દીઠ ૪૦૦૦ રૂપિયાના દરે આ આનંદ મેળવી શકશે તેવું જાણવા મળ્યું હતું.જો કે પહેલા દિવસે આ રાઈડથી લોકો રોમાંચિત થયા હતા.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી