પ્રાંતિજ / માર્કેટયાર્ડ અને સબયાર્ડ સલાલમાં ડાંગરની રોજની1200થી વધુ બોરી આવક

Over 1200 bags of paddy revenue per day in the Marketyard and Subyard Salad

  • પ્રાંતિજ અને સલાલ યાર્ડમાં 365 સુધીના ઊંચા ભાવે ડાંગર વેચાય છે

Divyabhaskar.com

Nov 15, 2019, 09:08 AM IST
પ્રાંતિજઃ પ્રાંતિજ એપીએમસી અને સબયાર્ડ સલાલમાં દરરોજની ડાંગરની 1200 થી 1500 બોરીની રોજની આવક આવે છે. રાજ્ય સરકાર દ્વારા ડાંગરના 363 ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે પણ પ્રાંતિજ અને સલાલ યાર્ડમાં 365 સુધીના ઊંચા ભાવે ડાંગરનું વેચાણ થઇ રહ્યુ છે. જેના કારણે પ્રાંતિજ તાલુકા અને આજુબાજુ તાલુકા ખેડૂતો ડાંગરના ટ્રેક્ટરો લઈને સવારથી લાઈનમાં લાગી જાય છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ અને રોકડ રૂપિયા મળતા આનંદની લાગણી છવાઇ છે. ડાંગરની વેચાણની તમામ દેખરેખ પ્રાંતિજ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના સેક્રેટરી શૈલેશભાઈ પટેલ તથા કર્મચારીઓના હેઠળ થાય છે.
X
Over 1200 bags of paddy revenue per day in the Marketyard and Subyard Salad

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી