વિધાનસભા શિયાળું સત્ર / બહાર કોંગ્રેસ કાર્યકરો પર પાણીનો મારો અને વિધાનસભામાં ધારાસભ્યો પાણીમાં બેઠા

કોંગ્રેસની વિધાનસભા કૂચ પર પાણીમારો કરાયો હતો
કોંગ્રેસની વિધાનસભા કૂચ પર પાણીમારો કરાયો હતો
પાણીમારા વચ્ચે પણ કોંગી કાર્યકરો પાછા ખસવા તૈયાર ન હતા
પાણીમારા વચ્ચે પણ કોંગી કાર્યકરો પાછા ખસવા તૈયાર ન હતા
વિધાનસભા કૂચને પાણીમારો કરીને રોકવામાં આવી હતી
વિધાનસભા કૂચને પાણીમારો કરીને રોકવામાં આવી હતી
ફાટેલા કપડાં અમિત ચાવડા કોંગી કાર્યકરો સાથે હતા
ફાટેલા કપડાં અમિત ચાવડા કોંગી કાર્યકરો સાથે હતા

  • બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા રદ્દ કરાવો, ખેડૂત પાક વીમા, મહિલા અત્યાચાર સહિતના મુદ્દે કૂચ પણ કરી હતી
  • સત્યાગ્રહ છાવણીથી કોંગી ધારાસભ્યો વિધાનસભા કૂચમાં જોડાયા પલળ્યા પણ ખરાં!

Divyabhaskar.com

Dec 09, 2019, 04:51 PM IST
ગાંધીનગર: બિનસચિવાલય ક્લાર્ક ભરતી મુદ્દે વિધાનસભા બહાર કોંગ્રેસના કાર્યકરો આક્રમક મૂડમાં દેખાતા હતા. વિદ્યાર્થીઓના પ્રશ્નને વિધાન સભામાં ઉગ્રતાથી ઊંચો કરવાના બદલે ધારાસભ્યો શાંત થઈ ગયા હોવાનું નજરે ચઢતું હતું. અમિત ચાવડાના તો ઝપાઝપીમાં કપડાં પણ ફાટ્યા હતા. તેમછતાં કોંગ્રેસના ધારાસભ્યો પાણીમાં બેસી ગયા હોય તેવા ઘાટ સર્જાયો હતો.
વિધાનસભામાં શાંત દેખાયા કોંગી ધારાસભ્યો
સોમવારથી સારું થયેલા 3 દિવસના સત્રમાં કોંગ્રેસ ખૂબ આક્રમક બનશે અને બિનસચિવલય ક્લાર્ક,ડીપીએસ તેમજ અન્ય બાબતે ઉગ્ર રજુઆત કરશે તેવી અટકળો તેજ હતી. પરંતુ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો શાંત રહેતા જાણે રીતસર પાણીમાં બેઠા હોય તેવું નજરે ચઢતું હતું. આ પહેલા કોંગ્રેસના ગુજરાત પ્રમુખ અમિત ચાવડાએ વિધાનસભા બહાર પોતાનો બળાપો કાઢ્યો હતો અને ફાટેલા કપડાંમાં જ ગૃહમાં ગયા હતા. પરંતુ પાણીમારામાં ભીંજાઈને ગૃહમાં કોઈ પ્રશ્ને અવાજ ઉઠાવ્યો ન હતો.
વિધાનસભા કૂચ પર પાણીમારો
ગુજરાત વિધાનસભાના શિયાળું સત્રનો આજથી પ્રારંભ થયો છે. આ પહેલા કોંગ્રેસ દ્વારા આજે સત્યાગ્રહ છાવણીથી વિધાનસભા કૂચ કરવામાં આવી હતી. કૂચને આગળ વધતી રોકવા માટે પોલીસે વોટર કેનનથી પાણીનો મારો ચલાવ્યો હતો. દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી. તેમાં એક તબક્કે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પોલીસ વચ્ચે છૂટીને રીતસરના નાસ્યા હતા બાદમાં તેમના સહિત સંખ્યાબંધ કોંગી નેતાઓની અટકાયત કરાઈ હતી. પોલીસે મુક્ત કરતા ધારાસભ્યો વિધાનસભામાં શિયાળું સત્રમાં ગયા હતા. બહાર વિવિધ પ્રશ્ને વિધાનસભા કૂચ કરીને પ્રદર્શન કર્યું હતું. પરંતુ વિધાનસભામાં શાંત થઈને બેસી જતાં તમામ અટકળોનો અંત આવ્યો હતો.
X
કોંગ્રેસની વિધાનસભા કૂચ પર પાણીમારો કરાયો હતોકોંગ્રેસની વિધાનસભા કૂચ પર પાણીમારો કરાયો હતો
પાણીમારા વચ્ચે પણ કોંગી કાર્યકરો પાછા ખસવા તૈયાર ન હતાપાણીમારા વચ્ચે પણ કોંગી કાર્યકરો પાછા ખસવા તૈયાર ન હતા
વિધાનસભા કૂચને પાણીમારો કરીને રોકવામાં આવી હતીવિધાનસભા કૂચને પાણીમારો કરીને રોકવામાં આવી હતી
ફાટેલા કપડાં અમિત ચાવડા કોંગી કાર્યકરો સાથે હતાફાટેલા કપડાં અમિત ચાવડા કોંગી કાર્યકરો સાથે હતા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી