તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દબાણ:રાજકીય કિન્નાખોરીથી સરઢવ ગામનું 10 વર્ષ જૂનું શોપિંગ તોડી પડાતાં રોષ

ગાંધીનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 વર્ષ અગાઉ ગ્રામ પંચાયતે શોપિંગ બનાવતાં ભાડું લેવામાં આવતંુ હતું
  • ગામતળ અને ગૌચર જમીનનાં જ કાચાં પાકાં દબાણને તોડી પાડવાનો નિયમ છે

ગ્રામજનોને રોજગારી મળી રહે તે માટે દસ વર્ષ અગાઉ સરઢવ ગ્રામ પંચાયતે ગામતળ જમીન ઉપર 42 દુકાનો બનાવી હતી. જેનું વાર્ષિક ભાડુ પંચાયત તરફથી લેવામાં આવતું હતું. પરંતુ રાજકિય કિન્નાખોરી રાખીને માત્ર શોપીંગ સેન્ટરને જ તોડી પાડતા ગ્રામજનોમાં રોષ ઉઠ્યો છે.ગ્રામ્ય અને શહેરી વિસ્તારની ગામતળ અને ગૌચર જમીનમાં ઉભા કરાયેલા કાચા પાકા દબાણને તોડી પાડવાનો નિયમ છે પણ જાણે આ ગામ માટે કદાચ આ નવો નિયમ હોય તેમ લાગે છે.

સરઢવ ગામમાં રાજકિય કિન્નાખોરી રાખીને ગ્રામ પંચાયતે વર્ષ-2011માં ગામતળ જમીન ઉપર ઉભા કરાયેલા શોપિંગ સેન્ટરની 42 દુકાનોને તોડી પાડતા ગ્રામજનોમાં રોષ ઉઠ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા નાની દુકાનનું દર વર્ષે ભાડુ 250 અને મોટી દુકાનનું ભાડુ 500 લેવાતું હતું. ઉપરાંત દુકાનની ફાળવણી હરાજીના આધારે કરાઈ હતી. ગામમાં રાજકિય પ્રભુત્વ જમાવવા માટે રાજકિય વગ ધરાવતી એક વ્યક્તિએ અંગત રસ દાખવીને શોપિંગ સેન્ટરને તોડી પાડ્યું હોવાના આક્ષેપો ગ્રામજનોએ કર્યો છે. લોકોની રોજગારી છીનવાઇ જાય નહી તે માટે શોપિંગ સેન્ટર ન તોડવાનો સરપંચે ઠરાવ કર્યો હતો. પરંતુ તેમાં પંચાયતના અમુક સદસ્યો પણ શોપિંગ સેન્ટર તોડવાનો મત વ્યક્ત કરતા શોપિંગ સેન્ટર તોડવાની નોટીસ દુકાન માલિકોને સરપંચે નહી પણ તલાટીએ આપી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.

ગૌચર જમીન પર હોસ્પિટલ તોડી નહીં
ગામની ગૌચર જમીન ઉપર બનાવેલી હોસ્પિટલ અને માતાજીનું મંદિર પણ દબાણ જ છે. ઉપરાંત શોપિંગ સેન્ટર, મંદિર અને હોસ્પિટલ એક જ સર્વે નંબરમાં આવે છે. ગામની રાજકિય અગ્રણી વ્યક્તિ હોસ્પિટલમાં ટ્રસ્ટીમાં હોવાથી તોડી નહી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.

42 વ્યક્તિની રોજગારી છિનવાઇ
કોરોનાની મહામારીને મંદીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે સરઢવ ગામની ગામતળ જમીન ઉપર આવેલા શોપિંગ સેન્ટરના દબાણને તોડી પાડ્યું છે. શોપિંગની 42 દુકાનો તોડી પાડતા 42 વ્યક્તિઓની રોજગારી છીનવાતા આર્થિક ફટકો પડ્યો છે.અને કોરોના વચ્ચે હવે આવા લોકોને નવી રોજગારી શોધવી પડે તેવી સ્થિતી ઉભી થઈ છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો