તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:બે દિવસમાં ડિસ્ટન્સ ન જાળવતી 50થી વધુ દુકાનો સીલ કરાતાં રોષ

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા કનડગત કરતી હોવાનો વેપાર વિકાસ એસો.નો આક્ષેપ
  • તંત્ર કોરોનાના પર કાબૂ મેળ‌વવામાં નિષ્ફળ ગયું છે ત્યારે હવે વેપારીઅો પર દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે

કોર્પોરેશન દ્વારા દુકાનોને સીલ મારવાની કાર્યવાહી સામે સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિયેશનના તમામ હોદેદારોએ સખ્ત વિરોધ નોંધાવ્યો હતો. શહેરમાં શનિવારે વધુ 30 જેટલી દુકાનો સોશિયલ ડિસ્ટન્સિંગના નામે સીલ કરી ખોટી રીતે કનડગત ઊભી કરી હતી. જે બિલકુલ ગેરવ્યાજબી અને બંધારણીય વિરુદ્ધ પગલું ભરેલું હોવાનું એસોસિયેશને જણાવ્યું હતું. વેપારીઓ પર દોષનો ટોપલો ઢોળતું તંત્ર પોતે કોરોના માટે જવાબદાર છે. શરૂઆતથી જ કોરોનાના આંકડા છૂપાવાય છે. વેપારીઓ દ્વારા હેરાનગતિ સામે રજૂઆત કરવામાં આવશે.વેપાર વિકાસ એસોસિયેશનના સેક્રેટરી રમેશ પટેલે જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારમાં પ્રજા ખરીદી કરવાના બહાને બહાર નીકળી, જેથી દરેક બજારોમાં ભીડ થઇ હતી.

બીજી તરફ છેલ્લા 8 માસથી જે વેપાર મૃત:પાય દશામાં હતો તેમાં થોડો શ્વાસ મળ્યો હોય તેવું લાગતું હતું. દિવાળીની રજાઓમાં ઘણા લોકો ફરવા પણ ગયા હતા. જોકે દિવાળી પછી કોરોનાનો વ્યાપ એટલો બધો વધી ગયો કે સરકારી તંત્રને સમજ પડી નહિ કે હવે કેવી રીતે અને કેમ કરી કોરોનાને કંટ્રોલ કરવો. જેથી શહેરમાં રાત્રી કર્ફ્યુનો અમલ કરાવાયો અને સોશિયલ ડિસ્ટન્સના નામે વેપારીઅોની દુકાને ચેકિંગ ચાલુ કર્યું. તંત્રે જાણે વેપારીઅોએ જ કોરોના ફેલાવ્યો હોય તેમ દુકાનો સીલ કરવા માંડી. વેપારીઓ તેના માટે સરકારી તંત્રને જ જવાબદાર માને છે.

વેપાર એસોસિએશને આક્ષેપ કર્યો હતો કે, તંત્રે શરૂઆતથી જ કોરોનાના ખોટા આંકડા પ્રસિદ્ધ કર્યા હતા. હવે પોતાનો દોષનો ટોપલો પ્રજા પર અને વેપારીઅો પર થોપવામાં આવી રહ્યો હોવાનો સ્પષ્ટ જણાઇ રહ્યું છે. તંત્ર દ્વારા જો દુકાનો સીલ કરવાની પ્રક્રિયા તાત્કાલિક બંધ નહિ કરે તો રજૂઆતો કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો