તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રોષ:ઘોડિયાર પુલ બંધ કરીને 30 કિમી જેટલું લાંબું ડાયવર્ઝન અપાતા રોષ

દિવડા કોલોની9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઘોડિયાઘર પુલનું અચાનક ડાયવર્ઝન આપાત 30 કિ.મી જેટલું લાંબુ અંતર કાપવુ પડશે
  • તાલુકાના ગ્રામજનો તથા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે
  • ડાયવર્ઝનવાળા રસ્તાનો ઉપયોગ કરવાની માગ કરાઇ

મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના ઘોડિયાર પુલની બન્ને બાજુના રસ્તાનું એપ્રોચ કામ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતા 30 કિલોમીટર જેટલુ લાંબુ ડાયવર્ઝન તાલુકાની જનતા માટે મુશ્કેલ બની જતા લોકોમાં નારાઝગી જોવા મળી રહી છે કડાણાં તાલુકા તમામ મુખ્ય કચેરીઓ કડાણા તેમજ મુખ્ય મથક દિવડા કોલોની ખાતે આવેલ છે. જેમાં છેવાડાના ગ્રામજનો 25 થી 30 કિલોમીટર મુસાફરી કર્યા બાદ 500 મીટરનો ઘોડીયાર પુલ પસાર કરી અહી સરળતાથી પહોંચી શકતા હતા ત્યારે તંત્ર દ્વારા પુલની બન્ને બાજુ એપ્રોચ રોડની કામગીરી હાથ ધરતા આ રૂટ વધુ 30 કિલોમીટર લાંબો બની જતાં કોરોના ની મહામારી વચ્ચે પ્રજા માથે વધારાનું આર્થિક ભારણ પ્રશાસન દ્વારા લાદી દેવામાં આવ્યુ હોવાનું જોવા મળી રહ્યુ છે.

ત્યારે તંત્ર દ્વારા અન્ય કોઈ વિકલ્પ પસંદ કરી ડાયવર્ઝન નાનો કરવામાં આવે તેવી ઈચ્છા લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે જો તંત્ર જુના પુલની સામેના ભાગમાં જમણી સાઈડ પર આવેલ રસ્તો જેનો હાલમાં જ કડાણા સિંચાઇ વિભાગ દ્વારા બકેટની કામગીરી સમયે ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે રસ્તાને માર્ગ અને મકાન વિભાગ દ્વારા વ્યવસ્થિત રીતે ડાયવર્ઝન માટે તૈયાર કરવામાં આવે તો 1 કિ.મીના ડાયવર્ઝનમાં જ સરળતાથી લોકો ઘોડિયર ગામમા રહી પુલની સામેના ભાગે સરળતાથી પહોંચી શકે છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ વિકલ્પને બાદ કરી ઉચ્ચ અધિકારીઓ અને પ્રજાને ગેરમાર્ગે દોરી પોતાનો ખર્ચ બચાવા લોકોને આર્થિક રીતે ભીંસમાં ધકેલવાનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટ પ્રતીત થઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા ડાયવર્ઝનને નાનું કરે અથવા વિકલ્પ પસંદ કરે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો