તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:માંડવાથી શિનોરનો રસ્તો 10 વર્ષથી નવો ન બનતાં ગ્રામજનોમાં ભારે રોષ

શિનોર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે માસ પૂર્વે રોડને થીંગડા મારીને સરખો કરાયો હતો,તંત્રને રોડ બનાવવા રજૂઆત કર્યા બાદ હજુ કોઈ પરિણામ મળ્યું નથી

શિનોર તાલુકાનું નાનકડું માંડવા ગામ છેલ્લા દસ વર્ષથી તાલુકા મથક સાથે જોડતો માત્ર 4 કિમીનો રસ્તો ન બનતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. દસ વરસના ગાળામાં હાલમાં બે માસ પૂર્વે આ રોડને થીંગડા મારીને સરખો કરવામાં આવ્યો હતો. પરંતુ આ ગામની પ્રજાને નવા રોડ કેમ આપવામાં આવતો નથી એ સવાલ છે. રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ રોડના નિર્માણ બાદ 7 વર્ષ વિત્યા બાદ નવો રોડ બનાવવામાં આવે છે. આ જિલ્લા પંચાયત હસ્તકના રોડ વર્ષો સુધી ખાડા હતા. જેથી આ ગામે જવા માટે લોકોને ભારે તકલીફ પડતી હતી અને માંડવા ગામને જોડતા માંડવાથી માલસરનો દોઢ કિલોમીટરનો રસ્તો તથા માંડવાથી સુરતનો દોઢ કિલોમીટરનો રસ્તો તથા બાવા પ્યારાને જોડતો માત્ર એક કિલોમીટરનો રસ્તો સાવ જર્જરિત અવસ્થામાં છે.

માંડવા નજીક આવેલ બાવા પ્યારાની દરગાહ મુસ્લિમોના આસ્થાનું કેન્દ્ર છે. આખા વર્ષમાં આ દરગાહ દર્શન કરવા માટે હજારો મુસ્લિમો આવે છે. આ ખખડધજ રોડને લઈને યાત્રાળુઓને ભારે દુવિધા ભોગવવી પડે છે. સરકારી તંત્ર દસ વર્ષે તો પણ યાત્રાળુઓની જરૂરિયાતને અનુલક્ષીને આ રોડ નવો બનાવે તેવી માગ છે. આ અંગે માંડવાના ડેપ્યુટી સરપંચ ઉસ્માનભાઈ રાઠોડ સાથે વાતચીત કરતાં તેમને જણાવ્યું હતું કે માંડવા ગામે નજીકમાં બાવા પ્યારાની દરગાહ છે. દર વર્ષે 12થી 15 હજાર યાત્રાળુઓ બાવા પ્યારાના દર્શને આવે છે. પરંતુ આ ખખડધજ રોડને લઈને લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. રોડ બનાવવા માટે ઉચ્ચ તંત્રને વારંવાર રજૂઆત કરી છે. પરંતુ કોઈ પરિણામ મળ્યું નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો