તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:સિહોરમાં હાઇ-વે પર સ્ટ્રીટ લાઇટની કામગીરી થંભી જતાં લોકોમાં રોષ

સિહોર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટ્રીટ લાઇટના પોલ માત્ર શોભાના ગાંઠિયા સમાન
  • રેસ્ટ હાઉસથી વળાવડ ફાટક સુધી અને દાદાની વાવથી સર્વોત્તમ ડેરી સુધી સ્ટ્રીટલાઇટ નાખવાની કામગીરી ઠપ

સિહોર એક સતત વિકસી રહેલું શહેર છે. આ શહેરની મધ્યમાંથી ભાવનગર –રાજકોટ રાજય ધોરી માર્ગ પણ પસાર થાય છે. આ શહેરમાં ચાર-ચાર જી.આઇ.ડી.સી. વિસ્તારો આવેલા છે. હાઇ-વે પરથી બેશુમાર માત્રામાં વાહનો પસાર થાય છે. આમ છતાં સિહોરમાં હાઇ-વે પર સ્ટ્રીટલાઇટ ન હોવાને કારણે રાહદારીઓ અને વાહનચાલકો ભયનો અનુભવ કરી રહ્યા છે.

સિહોરમાંથી પસાર થતાં રાજય ધોરી માર્ગ પરથી દિવસ દરમ્યાન દ્વારકા, કચ્છ-ભુજ, અમરેલી, વડિયા,પાલિતાણા, ગારિયાધાર,બાબરા, સાવરકુંડલા, રાજકોટ, જામનગર, મોરબી, જુનાગઢ, સતાધાર, ધારી, ગીર તરફ જતાં આવતા વાહનો પસાર થાય છે. ઉપરાંત સિહોર શહેરનું સ્થાનિક ટ્રાફિક. સિહોરમાં રેસ્ટ હાઉસથી વળાવડ ફાટક સુધી અને દાદાની વાવથી સર્વોત્તમ ડેરી સુધી સ્ટ્રીટલાઇટ નાખવાની કામગીરી થોડા સમય પહેલાં શરૂ કરવામાં આવી હતી.

જયારે સ્ટ્રીટલાઇટ નાખવાની કામગીરી શરૂ થઇ ત્યારે નગરજનોએ રાહતની લાગણી અનુભવી હતી કે હાશ ! હવે હાઇ-વે પર ભયના ઓથાર તળેથી પસાર નહીં થવું પડે. પરંતુ કોઇ અકળ કારણોસર આ સ્ટ્રીટલાઇટની કામગીરી અટકી ગઇ છે. લોકમુખે એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે હાઇ-વે પર આ સ્ટ્રીટ લાઇટના પોલ માત્ર શોભાના ગાંઠિયા માટે સમાન ઊભા કરવામાં આવ્યા છે કે શું ? શા માટે હજારો લોકોને સ્પર્શતા આ પ્રશ્ન માટે તંત્ર ઢીલી નીતિ દાખવી રહ્યું છે? આ બાબતને અગ્રતા આપી તંત્ર દ્વારા હાઇ-વે પર સ્ટ્રીટલાઇટ નાખવાની કામગીરીને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠવા પામી છે.

બાકી રહેલું કામ ઝડપથી પૂર્ણ કરાશે
સિહોરમાં રાજય ધોરી માર્ગ પર જયાં સ્ટ્રીટલાઇટ નહોતી ત્યાં પોલ ઊભા કરી દેવામાં આવ્યા છે. હવે આગળ કયાં કામ અટકયું છે તે અંગે જરૂરી તપાસ હાથ ધરી, બાકી રહેલું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે જરૂરી પગલાં લેવાશે. - બી.એચ.મારણકા, ચીફ ઓફિસર, સિહોર નગરપાલિકા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો