સુરેન્દ્રનગર / ખાનગી સ્કૂલમાંથી 183 વિદ્યાર્થીએ હળવદની સરકારી શાળામાં પ્રવેશ લીધો

Out of the private schools, 183 students enrolled in a government school

  • 2000 બાળકોના પ્રવેશ સાથે મોરબી જિલ્લો અગ્રેસર
  • જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આચાર્યનું સન્માન કર્યું

દિવ્ય ભાસ્કર

Mar 17, 2020, 08:28 AM IST

સુરેન્દ્રનગરઃ મોરબી જિલ્લામાં ચાલુવર્ષે સરકારી પ્રાથમિક શાળામાં 2000 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવતા ગુજરાત રાજ્યમાં અગ્રેસર રહ્યો હતો. જેમાં હળવદની સરકારી શાળાનં.4માં ચાલુ વર્ષે 183 બાળકો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવ્યા હતા

સ્ટાફ પરિવારનું પ્રમાણપત્ર તેમજ મોમેન્ટો આપી સન્માન કર્યુ
હાલ કોમ્પીટીશન યુગમાં સામાન્ય રીતે સરકારી શાળામાંથી ખાનગી શાળામાં વિદ્યાર્થીઓ એડમીશન લેતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે પ્રાઇવેટ શાળામાંથી સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં 2000 બાળકો સાથે મોરબી જિલ્લો અગ્રેસર રહ્યો હતો. તેથી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ મયુર એસ પારેખને રાજ્યકક્ષાએ મળેલ સન્માન પોતાની પાસે ન રાખતા હળવદ તાલુકાની સરકારી શાળા નં.4ને અર્પણ કર્યો હતો. આચાર્ય રાજેશભાઇ જકાસણીયા તેમજ સ્ટાફ પરિવારનું પ્રમાણપત્ર તેમજ મોમેન્ટો આપી સન્માન કર્યુ હતુ.

એક આદિવાસી બાળકને દત્તક લઇ ધોરણ 10 સુધી તમામ ખર્ચ આપવાનું નક્કી કરાયુ
જ્યારે વિવિધ વિભાગોમાં રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ તેજસ્વી બાળકોને પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી સન્માનિત કરાયા હતા. જ્યારે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ શિક્ષકમાં ફરજ બજાવી રહેલ એ.ટી પટેલે શાળાના એક આદિવાસી બાળકને દત્તક લઇ ધોરણ 10 સુધી તમામ ખર્ચ આપવાનું નક્કી કરાયુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે આ શાળામાં 33 જેટલા બાળકો તો સરકારી શાળાના શિક્ષકોના ભણે છે. આ શિક્ષક સન્માન સમારોહમાં તાલુકા ટી.પી.ઈ.ઓ અશોક વડાલીયા, બી.આર.સી, સી.આર.સી સહિત શાળાપરીવાર અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
Out of the private schools, 183 students enrolled in a government school

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી