તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના મહામારી:શહેરમાં કોરોના પોઝિટિવમાં દર 100 દર્દીએ 20 જ દર્દી મહિલા, 80 પુરૂષ

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુરૂષની તુલનામાં સ્ત્રીની રોગ પ્રતિકારક શક્તિ વધુ
  • ભાવનગર શહેરમાં ઓક્ટોબરના 17 દિવસમાં 300 કેસ નોંધાયા તેમાં 61 કેસ મહિલા અને 239 પુરૂષ દર્દી

હાલ શક્તિ ઉપાસનાનું પર્વ નવરાત્રિની ઉજવણી થઇ રહી છે જેમાં દૈવીશક્તિની આરાધના કરવામાં આવે છે. ત્યારે ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવના આ ઓક્ટોબર માસના 17 દિવસના જે આંકડા જોવા મળ્યા છે તેમાં વિશ્લષણ કરીએ તો સ્ત્રી શક્તિનો વધુ એક પરચો મળી રહે છે. ભાવનગર શહેરમાં 17 દિવસમાં કુલ 300 પોઝિટિવ કેસ મળ્યા તેમાં મહિલા દર્દીઓની સંખ્યા 61 અને પુરૂષ દર્દીઓની સંખ્યા 239 રહી છે. ટકાવારીની દ્રષ્ટિએ શહેરમાં કોરોનાના દર 100 કેસ મળે તેમાં પુરૂષ દર્દીની ટકાવારી 79.67 ટકા અને મહિલા દર્દીની ટકાવારી 20.33 ટકા રહી છે.

સ્થાનિક સ્તરે જોઇએ તો મહિલાઓ પુરૂષ જેટલી બહાર ફરતી નથી.વ્યસન, ખાણીપીણીમાં પણ પુરૂષો કરતા જીવનધોરણ મહિલાઓનું વધુ સારૂ હોય છે. બહાર બેસીને ટોળામાં રહીને વાતો કરવામાં પણ મહિલા કરતા પુરૂષોનું પ્રમાણ સવિશેષ હોય છે.

ભાવનગર શહેરમાં 300 દર્દી પોઝિટિવ નોંધાયા તેમાં મહિલાઓની સંખ્યા માત્ર 61 છે કારણ કે તબીબ ક્ષેત્રે સંશોધન બાદ પુરવાર થયું છે કે શ્વસનતંત્ર પર થતાં વાઈરલ ઈન્ફેક્શન મામલે આ વાત વારંવાર સામે આવી છે કે પુરુષોની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે. મહિલાઓ આ વાઈરસ સામે સારી રીતે લડી શકે છે. વેક્સિનેશનની પણ મહિલાઓ પર સારી અસર થાય છે. સામાન્ય રીતે પણ મહિલાઓનું શરીર પુરુષોની સરખામણીમાં બેક્ટરિયા અને વાયરલ બીમારીઓને ઝડપથી દૂર કરે છે. વેક્સિન પણ મહિલાઓમાં પુરુષો કરતાં વધારે સારી રીતે કામ કરે છે.

મહામારીઓથી લડવા મામલે મહિલાઓ અને તેમની રોગ પ્રતિકારક શક્તિ હંમેશાથી જ શ્રેષ્ઠ રહી છે. વર્ષ 2003માં હોંગકોંગમાં SERS (સિવિઅર એક્યૂટ રેસ્પિટેરટી સિન્ડ્રોમ) વાઈરસના ફેલાવા દરમિયાન પણ આ તથ્યો સામે આવ્યાં હતાં. જ્યારે મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (MERS) ફેલાયો હતો, ત્યારે પણ પ્રભાવિતોમાંથી 32%પુરુષો અને 26 % મહિલાઓ મૃત્યુ પામી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો