કાર્યવાહી / સુરત, વડોદરાના 8 ક્લિનિકમાંથી રૂ. 1 કરોડની GST ચોરી પકડાઈ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • સુરત ડી.જી.જી.આઇ. દ્વારા દરોડા પડાયા
  • મોટી સંખ્યામાં હિસાબી રેકોર્ડ જપ્ત કરાયા

Divyabhaskar.com

Dec 09, 2019, 06:47 AM IST
વડોદરા: સુરતના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ જી.એસ.ટી ઇન્ટેલિજન્સ દ્વારા વડોદરા અને સુરત ખાતે આવેલાં ક્લિનિક પર સર્ચની કામગીરી કરવામાં આવી હતી. તમામ જગ્યાએથી હિસાબી રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા અને પ્રાથમિક માહિતી પ્રમાણે એક કરોડ રૂ. જેટલી કરચોરી પકડી પાડવામાં આવી હતી.
કરચોરોને પકડવા માટે જી.એસ.ટી વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બે દિવસ પહેલાં સુરત ડી.જી.જી.આઇ. યુનિટ દ્વારા વડોદરા અને સુરતમાં વિવિધ સ્થળો પર આવેલાં ક્લિનિકમાં સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરીમાં હેર ક્લિનિક, સ્કિન ક્લિનિક,હેર ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સર્ચની કામગીરી દરમિયાન હિસાબી રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા.
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી