તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Osama Bin Laden Kidney Surgery Millions Of Rupees Offered To Dr HL Trivedi But He Not Taken It

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓસામા બિન લાદેનની કિડનીની સર્જરી કરવા પણ ડૉ. એચ એલ ત્રિવેદીને કરોડોની ઓફર કરાઈ હતી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અલકાયદાના માણસો 2007માં ડૉ. ત્રિવેદીને મળ્યા હતા, પાકિસ્તાન લઈ જઈ ઓપરેશન કરવા કહ્યું હતું
  • ડૉ. ત્રિવેદીએ કહ્યું હતું, ઓસામાને સર્જરી કરાવવી હોય તો અમદાવાદ આવે, ભારત સાથે શત્રુતાપૂર્ણ વર્તન બંધ કરે

અમદાવાદઃ કિડની ખરાબ થાય એટલે માત્ર ભારત જ નહીં, પરંતુ દુનિયાભરના દર્દીઓ અને તેમના સગાના મોઢા પર પહેલું નામ ડૉ. હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી (એચ એલ ત્રિવેદી)નું જ આવે. દેશ-વિદેશની વિભૂતીઓ ક્યાંય ક્યાંથી કિડનીની સર્જરી કરાવવા ડૉ. ત્રિવેદી પાસે જ આવતા હતા. અરે એ બધું તો ઠીક, પરંતુ એક સમયે દુનિયાભરના મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી ઓસામા બિન લાદેનની બંને કિડનીઓ ફેઈલ થઈ ગઈ હતી ત્યારે તેનું કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરવા માટે પણ આપણા ત્રિવેદી સાહેબનો સંપર્ક કરાયો હતો. તેમને આ માટે કરોડો રૂપિયાની ઓફર પણ કરવામાં આવી હતી પરંતુ તેમણે કહ્યું હતું કે, તેમને કોઈ પૈસા નથી જોઈતા. તેઓ એક જ શરતે બિન લાદેનનું ઓપરેશન કરશે કે સર્જરી પછી અલકાયદા ભારત સાથેનો શત્રુતાપૂર્ણ વ્યવહાર સદંતર બંધ કરી દેશે.
પાકિસ્તાનમાં મેડિકલ કોન્ફરન્સના બહાને ઓસામાની સર્જરીની ઓફર હતી

આ વાત છે 2011ની સાલની જ્યારે ડૉ. ત્રિવેદીએ એક એજન્સી સાથેની મુલાકાતમાં ઘટસ્ફોટ કર્યો હતો કે, પાકિસ્તાનમાં યુએસ ફોર્સિસના હાથે હણાયેલા વિશ્વના સૌથી ખૂંખાર ત્રાસવાદી બિન લાદેનની કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરવા તેમનો સંપર્ક કરાયો હતો. અમદાવાદમાં 2007ની સાલમાં બે-ત્રણ જણા તેમને ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં (આઈકેડીસી) મળવા આવ્યા હતા. તેમણે ડૉ. ત્રિવેદી સાથે મિટિંગ કરીને તેમને પાકિસ્તાનમાં એક મેડિકલ કોન્ફરન્સના બહાને લઈ જઈ ઓસામાની કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરવા ઓફર કરવામાં આવી હતી.
કરોડો રૂપિયાની ઓફર હોવા છતાં ડૉ. ત્રિવેદીનું ઈમાન ડગ્યું નહોતું
બિન લાદેનની કિડની સર્જરી માટે ડીલ કરવા આવેલી અલ કાયદાની ટીમે ડૉ. ત્રિવેદીને કહ્યું હતું કે, દેશવિદેશમાં તેમની ખ્યાતિ છે અને ખુદ અલ કાયદાના વડા બિન લાદેન ઈચ્છે છે કે તેની કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી ત્રિવેદી સાહેબ જ કરે. આ માટે તેમણે અને તેમના અન્ય 4 તબીબની ટીમે પાકિસ્તાનમાં આવવું પડશે. ત્યાં તેમને અજાણ્યા સ્થળે લઈ જવાશે અને ઓપરેશન માટે જે સુવિધા કહેશે તે કરી આપવામાં આવશે. આ માટે તેમને અને તેમની ટીમને કરોડો રૂપિયાની ફી ઓફર કરાઈ હતી. જો કે, કેનેડામાં વૈભવી જીવન અને કરોડોની પ્રેક્ટિસ છોડીને ભારત માત્ર સેવાના ઉદ્દેશથી આવેલા ડૉ. ત્રિવેદીનું ઈમાન આ ઓફરથી ડગ્યું નહોતું.
અલકાયદાના માણસો ડૉ. ત્રિવેદીની કુનેહ સામે મૂંઝવાઈ ગયા
એકાએક પોતાની સમક્ષ અલકાયદાના માણસો આવી જતાં પહેલાં તો ડૉ. ત્રિવેદી પણ બે ઘડી માટે દિગ્મૂઢ થઈ ગયા હતા. આવા ખૂંખાર લોકોને કેવી રીતે જવાબ આપવો તે સમજાતું નહોતું. પરંતુ તુરત જ તેમણે સ્વસ્થતા કેળવી લીધી હતી અને એક એવી વાત મૂકી જે સાંભળીને અલકાયદાના માણસો પણ મૂંઝાઈ ગયા હતા. ડૉ. ત્રિવેદીએ તેમને કહ્યું હતું કે, બિન લાદેન પણ આખરે તો માણસ છે માટે તેનું ઓપરેશન કરવામાં તેમને વાંધો નથી. પણ આ માટે તેમની ફક્ત બે શરત છે. પહેલી એ કે કિડની ઓપરેશન કરાવવા બિન લાદેને અમદાવાદ આઈકેડીસીમાં દાખલ થવું પડશે. અને બીજી શરત એ કે બિન લાદેન તેમને વચન આપે કે ભારત સાથેનો શત્રુતાપૂર્ણ વ્યવહાર તેઓ તુરત બંધ કરી દેશે.
(ડૉ. એચ એલ ત્રિવેદીની મે-2011માં યુએનઆઈ સાથે થયેલી વાતચીતના આધારે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો