તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રક્તદાન શિબિર:શહેરાની સરકારી વિનયન કોલેજમાં NCCના સ્થાપના દિને રક્તદાન શિબિરનું આયોજન

શહેરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 37 જેટલા કેડેટ્સ દ્વારા રક્તદાન, 30 NCC બટાલીયન ગોધરાનું આયોજન

શમાં કોરોનાની મહામારી પ્રસરવા લાગી છે અને તેમાં પણ દેશના મુખ્ય શહેરોમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કોરોના મહામારી દરમિયાન કેટલીય જાહેર તેમજ સરકારી સંસ્થાઓ દ્વારા રક્તની જરૂરિયાત ઉભી થાય ત્યારે આવી વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા રક્તદાન શિબિરોનું આયોજન કરી રહ્યા છે ત્યારે શહેરાની સરકારી વિનયન કોલેજમાં એનસીસીના 72માં સ્થાપના દિવસે 30 એનસીસી બટાલિયન ગોધરા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું.

લોકો દ્વારા માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટનસિંગની જાગૃકતા રાખી હતી. જેમાં જિલ્લા સમાહર્તા અમિત અરોરાની ઉપસ્થિતિ વચ્ચે શિબિરને ખુલ્લી મુકી હતી પ્રાસંગિક ઉદબોધનમાં તેઓએ કોરોના અંગેની સમજણ તેમજ માસ્ક અવશ્ય પહેરવો જોઈએ આ બાબતે ભાર મુક્યો હતો તદ્પરાંત રક્તદાનનું મહત્વ સમજાવ્યું હતું અને સાથે સાથે એન.સી.સી ની કામગીરીને પણ બિરદાવી હતી.શિબિરમાં એનસીસીના એસડી, તેમજ એસડબ્લ્યુ કેડેટ્સ દ્વારા 37 જેટલી રક્ત બોટલનું દાન કર્યુ હતું. કર્નલ કિરીટ નાયર, એ.એન.ઓ. ઘનશ્યામ જોગરાણા, ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો