તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:અમદાવાદથી દર્દીઓ આવતા હોસ્પિટલોને બેડ વધારવા આદેશ

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચરોતરમાં સતત ત્રણ દિવસથી અમદાવાદના 200થી વધુ દર્દીઓ શીફટ કરાયા
  • કરમસદ હોસ્પિટલમાં રાતોરાત 150 બેડ વધારાયા
  • ખાનગી હોસ્પિટલોમાં બેડ વધારવાની તૈયારીઓ

દિવાલી બાદ સમગ્ર રાજયમાં કોરોના મહાવિસ્ફોટ ફાટી નીકળ્યો છે.જેમાં અમદાવાદ શહેરમાં દૈનિક 200 વધુ કેસ મળી રહ્યાં છે.જેના પગલે અમદાવાદની સરકારી સહિત ખાનગી હોસ્પિટલોના બેડ ફુલ થઇ જતાં નારોલ સહિતના વિસ્તારના કોરોના દર્દીઓને આણંદ અને ખેડાની હોસ્પિટલમાં સીફટ કરવામાં આવી રહ્યાં છે.જેને લઇને આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા ઉભી કરવા માટે ખાનગી હોસ્પિટલોના ડોકટરો સાથે મિટીંગ કરીને કેટલીક હોસ્પિટલમાં વધારાના બેડની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. જેમાં આણંદ શહેરની અપરા સહિતની હોસ્પિટલોની તંત્રના અધિકારીઓ મુલાકાત લઇને કંઇ હોસ્પિટલમાં બેડ વધારી શકાય તેમ છે.તેનું નિરીક્ષણ કર્યુ હતું.

કરમસદ હોસ્પિટલમાં અત્યાર સુધી 146 કોરોના દર્દીઓના બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે ત્રણ દિવસમાં અમદાવાદથી 150થી વધુ જેટલા દર્દીઓ લાવવામાં આવ્યા છે. રવિવારના રોજ પણ 40 વધુ કોરોના દર્દીઓને અમદાવાદથી કરસમદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જેથી બેડ ફુલ થઇ જતાં રાતોરાત કરમસદ હોસ્પિટલમાં 150 બેડ વધારવામાં આવ્યા છે. આ ઉપરાંત આણંદ શહેરની ખાનગી અપરા હોસ્પિટલના ડોકટરને તંત્ર દ્વારા કોરોના બેડ વધારવા માટેની સુચના આપી હતી.

આ ઉપરાંત આઇરીસ,શ્વસન હોસ્પિટલ સહીતની હોસ્પિટલોના ડોકટરો સાથે તંત્રના અધિકારીઓ ચર્ચા કરીને અમદાવાદના વધુ દર્દીઓ આણંદ ખાતે ખસેડવામાં આવે તેવી સંભાવના લઇને 200થી વધુ કોરોના દર્દીઓ માટે બેડ વધારવાના આદેશ જારી કર્યા છે. હાલમાં જિલ્લાની આણંદ સિવિલ અને ્્પેટલાદ સિવિલ સહિત 12 હોસ્પિટલોમાં 1150 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં હાલમાં 70 ટકા બેડ ખાલી છે.તેથી ચિંતા કરવાની કોઇ જરૂર નથી.

બેડ વધારવામાં આવશે, ડોકટર અને સ્ટાફ જરૂર છે તે આપવાની રજૂઆત
આણંદના ડો. અજય કોઠિયાલાએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે બેડ વધારવા જણાવ્યું છે. મારી હોસ્પિટલમાં 70 બેડ છે.હજુ નવા 30 બેડ વધારવાની તૈયારીઓ ચાલી છે.તે માટે બે ડોકટર સહિતનો સ્ટાફ જોઇએ તે માટે રજૂઆત કરી છે.તેમજ ઓકસીજન પાઇપ લાઇન નાંખવાની કામગીરી ચાલી રહી છે. જયારે પુરતી મશીનરી જરૂર પડશે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જોકે, દવાખાનાની આસપાસના વેપારીઓએ આ બાબતે વિરોધ કર્યો હતો.

આણંદમાં 70% બેડ ખાલી
આણંદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના દર્દીઓ માટે 12 હોસ્પિટલમાં 1150ની બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી.જેમાં હાલમાં માત્ર 287 બેડ ભરેલા છે. આમ 70 ટકા બેડ ખાલી છે.જેથી ચિંતા કરવાની જરૂર નથી. કરમસદ હોસ્પિટલમાં 150 બેડ વધારીને 300 કરવામાં આવ્યા છે. > આશિષભાઇ, કર્મચારી જિલ્લા આરોગ્ય કચેરી આણંદ

અમદાવાદથી ખેડા સિવિલમાં 37 દર્દી લવાયા
ખેડા સિવિલ હોસ્પિટલને આણંદ અને અમદાવાદના કોરોના પોઝીટીવ દર્દી માટે અનામત રખાઇ છે છેલ્લા બે દિવસ દરમિયાન 37 દર્દી દાખલ કરવામાં આવ્યાં હતાં. જેમાં 5ની સ્થિતિ ગંભીર જણાતા તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ખેડા સિવિલ હોસ્પિટલ અમદાવાદના કોરોના પોઝીટીવ દર્દીથી ઉભરાઇ રહી છે. ખેડા સિવીલમાં દર્દીઓની સંખ્યા વધી જતા વધુ બેડની વ્યવસ્થા કરવાની જરૂર પડશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો