તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પલટવાર:પાલિકાના વિપક્ષે ઉભરાતી ગટર ચેમ્બર બતાવી સેવા કાર્ય સૂચવ્યું

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાનના જન્મ દિન નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત
  • ભુજમાં ચૂંટણી પહેલા પ્રચાર પ્રસારમાં કોણ કોને ભારે પડશે એવી અટકળો

ભુજમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિનને અનુલક્ષી શાસક પક્ષ ભાજપ દ્વારા 14મીથી 20મી સપ્ટેમ્બર સુધી સેવા સપ્તાહની ઉજવણી ચાલી રહી છે, જેથી ભુજ પાલિકાના વિપક્ષ કોંગ્રેસે શહેરના વોર્ડ 2માં ઉભરાતી ગટરની ચેમ્બર પાસે વડાપ્રધાનના ફોટા વાળા બેનર સાથે કટાક્ષમય શૈલીમાં વિરોધ પ્રદર્શન કરી જણાવ્યું હતું કે, અમે દોરીએ તમારૂં ધ્યાન, અહીં કરો સેવા સપ્તાહની ઉજવણી.

અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે ભુજ નગરપાલિકાની મુદ્દત પણ ડિસેમ્બર માસમાં પૂરી થાય છે. બીજી બાજુ 17મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ દિન છે, જેથી ભાજપે 14મીથી 20મી સપ્ટેમ્બર સુધી સેવા સપ્તાહની ઉજવણી રૂપે મનાવી આડકતરી રીતે ચૂંટણી પ્રચાર પ્રસારની તક ઝડપી લીધી છે. પરંતુ, ભુજ નગરપાલિકાના વિપક્ષીનેતા પણ પાછા પડે એમ નથી. એમણે એક નવો તુક્કો લડાવ્યો છે, જેમાં બુધવારે શહેરના વોર્ડ નંબર 2માં રેલ વે સ્ટેશન પાસે ઉભરાતી ગટરની ચેમ્બર પાસે કોંગ્રેસના કાર્યકરો અને નગરસેવકો ફકીરમામદ કુંભાર, હાસમ સમા, આઈશુબેન સમા વગેરે સાથે પહોંચી ગયા હતા. સૌએ હાથમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટા પાસે “અમે દોરીએ તમારૂં ધ્યાન, અહીં કરો સેવા સપ્તાહની ઉજવણી” લખાણ લખેલું બેનર રાખી કટાક્ષમય શૈલીમાં વિરોધ નોંધાવ્યો હતો.

આમ તો શાસક પક્ષ પાસે પાંચ વર્ષ દરમિયાન કરેલા વિકાસ કાર્યોના ગુણગાન ગાઈ મતદારોને રીઝવવાનો પ્રયાસ થતો હોય છે. તો વિપક્ષ પાસે પાંચે પાંચ વર્ષ વિરોધ કર્યા બાદ ચૂંટણી સમયે શાસક પક્ષના વિકાસ કાર્યોના દાવાને પોકળ સાબિત કરવા આંકડા રજુ કરવામાં આવતા હોય છે. જોકે, અહીં વિપક્ષ પ્રચાર પ્રસારમાં સ્થળ પર જઈ સ્થિતિ બતાવતો હોઈ શાસક પક્ષ પર ભારે પડશે કે શું એવી અટકળો થઈ રહી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો