• Home
  • Utility
  • Gadgets
  • Latest
  • Oppo, Vivo and Xiaomi will create a feature 'cross brand file sharing'. from that quickly file sharing will easier

ન્યૂ ફીચર / ઓપો, વિવો અને શાઓમી મળીને ફાઈલ શેરિંગ ફીચર બનાવશે, ઝડપથી શેર કરી શકાશે ફોટો અને વીડિયો

Oppo, Vivo and Xiaomi will create a feature 'cross brand file sharing'. from that quickly file sharing will easier

  • થર્ડ પાર્ટી એપ પર નિર્ભરતા ઘટાડવા માટે ત્રણ કંપની મળીને ફીચર બનાવશે
  • આ નવા ફીચરથી 20Mbpsની સ્પીડથી ફાઈલ શેર કરી શકાશે
  • ફોનમાં સોફ્ટવેર અપડેટ કરવાથી મળશે આ ફીચર

Divyabhaskar.com

Aug 20, 2019, 05:56 PM IST

ગેજેટ ડેસ્ક: ત્રણ ચીની કંપની ઓપો, વિવો અને શાઓમી મળીને ‘ક્રૉસ બ્રાન્ડ ફાઈલ શેરિંગ‘ ફીચર તૈયાર કરી રહી છે. કોઈ પણ થર્ડ પાર્ટી એપની મદદ વગર આ નવા ફીચરથી ત્રણ કંપનીના યુઝર એકબીજાના ફોનમાં ઝડપી મીડિયા ફાઈલ ટ્રાન્સફર કરી શકાશે. આ વન સ્ટોપ ફાઈલ ટ્રાન્સફર ફીચર MIUI, ColorOS અને FuntouchOS પર બેઝ્ડ ફોન પર કામ કરશે. યુઝર તેનો ઉપયોગ ક્યારે કરી શકશે તેની જાણકારી કંપનીએ આપી નથી.

MIUI, ColorOS અને FuntouchOS એ ચીની સોશિયલ મીડિયા સાઈટ Weibo પર આ જાણકારી આપી છે. તેમાં ફીચરમાં વપરાતી ટેકનોલોજીને હાઈલાઈટ કરીને યુઝર માટે આ ફીચર કેવી રીતે ઉપયોગી સાબિત થશે તે જણાવાયું છે.

અન્ય કંપનીઓ પણ અલાયન્સનો ભાગ બની શકે છે
મ્યુચ્યુઅલ ટ્રાન્સમિશન અલાયન્સ હેઠળ આ ફીચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ ફીચર અનેક ફાઈલ ફોર્મેટ સપોર્ટ કરશે અને સિગ્નલ ટ્રાફિક સમસ્યા અને નેટવર્ક ન હોય તો પણ હાઈ-સ્પીડમાં ફાઈલ શેરિંગનો એક્સપિરિયન્સ આપશે. અત્યારે આ અલાયન્સમાં વિવો, ઓપો અને શાઓમી સામેલ છે. આ કંપનીઓએ અન્ય કંપનીઓને અલાયન્સમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું છે.

20Mbpsની સ્પીડથી ફાઈલ ટ્રાન્સફર કરી શકાશે
આ ફીચર બ્લૂટૂથ પર નિર્ભર રહેશે, જેના દ્વારા 20Mbpsની ઝડપે ફાઇલ ટ્રાન્સફર કરી શકાશે. યુઝરના એક્સેસ માટે સોફ્ટવેર અપડેટ ક્યારે કરવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. નિષ્ણાતોના કહેવા પ્રમાણે વિવો, ઓપ્પો અને શાઓમીના અપકમિંગ સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમમાં પ્રિ-બિલ્ટ ફીચરમાં તેને સામેલ કરવામાં આવશે.

X
Oppo, Vivo and Xiaomi will create a feature 'cross brand file sharing'. from that quickly file sharing will easier
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી