તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

‘ઓપો A 31’ સ્માર્ટફોન ઇન્ડોનેશિયામાં લોન્ચ થયો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોનનાં 8GB+128GB સિંગલ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું
  • ફોનમાં એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર મીડિયાટેક હીલિયો P35 પ્રોસેસર આપવામાં આવ્યું

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની ઓપોએ ‘ઓપો A 31’ (2020) સ્માર્ટફોન ઇન્ડોનેશિયામાં લોન્ચ કર્યો છે. તેની કિંમત IDR 25,99,000 (આશરે 13,000 રૂપિયા) છે. ફોનનાં 8GB+128GB સિંગલ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. ફોનમાં એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર મીડિયાટેક હીલિયો P35 પ્રોસેસર આપવામાં આવ્યું છે.


ફોનનાં મિસ્ટ્રી બ્લેક અને ફેન્ટસી વ્હાઇટ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. જોકે ફોનને ક્યારે અને કંઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ માહિતી આપી નથી.


કનેક્ટિવિટી માટે ફોનમાં 4G/LTE, વાઇફાઇ, બ્લુટૂથ 5.0, માઈક્રો USB પોર્ટ અને 3.5mmઓડિયો જેક આપવામાં  આવ્યો છે.

‘ઓપો A 31’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ  6.5 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ   HD+ 720 x 1600 પિક્સલ
OS     એન્ડ્રોઇડ 9 પાઈ
પ્રોસેસર     ઓક્ટાકોર મીડિયાટેક હીલિયો P35
રેમ    4GB
સ્ટોરેજ    128GB
ફ્રન્ટ કેમેરા    12 MP + 2 MP + 2 MP
રિઅર કેમેરા    8 MP
બેટરી    4230 mAh

 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો